વાંકાનેર: કોઠારીયામાંથી દારૂ – બિયરનો જથ્થો પકડાયો પણ આરોપી ન પકડાયો !
વાંકાનેર : વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામે પોલીસે રહેણાંક મકાનમાં દરોડો પાડી વિદેશી દારૂ બિયરનો જથ્થો ઝડપી લીધો હતો. જો કે દરોડા દરમિયાન આરોપી હાજર નહિ મળી આવતા પોલીસે આરોપીને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.
મળેલ માહિતી મુજબ વાંકાનેર તાલુકા પોલીસે ગઈકાલે કોઠારીયા ગામે દરબારગઢ શેરીમાં આરોપી મુળરાજસિંહ ઉર્ફે કાનભા મહાવીરસિંહ ઝાલાના કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાનમાં દરોડો પાડી જુદી જુદી બ્રાન્ડની વિદેશી દારૂની બોટલ નંગ 47 કિંમત રૂપિયા 19125 અને ટુબર્ગ બ્રાન્ડ બિયરના 24 ટીન કિંમત રૂપિયા 2400નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.