ટંકારા PGVCL દ્વારા ખેતીવાડીમાં અપાતા વીજકાપથી જગતનો તાત ચિંતાતુર
સામાજિક કાર્યકર અને ખેડુતની ઇજનેર સોજીત્રા સાથેની ટેલિફોનીક વાતચીતમાં પોતે પણ સ્વિકાર્યું ખેડુત વારંવાર વીજકાપના લોડ સેટિંગથી હેરાન થઈ રહ્યો છે.
ટંકારા તાલુકાના અનેક ગામના ખેડુતો હાલ ચોમાસું પુરું થતાં ખેડુતો પોતાના ઉભા પાકને બચાવવા મરણીયા પ્રયાસો કરી રહ્યા છે ત્યારે ટંકારાના લજાઈ ખેતીવાડી ફિડર નીચે આવતા હડમતિયાના ખેડુતો પાવરકાપથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે ખેડુતોને મળતો વીજપુરવઠો આઠ કલાકનો છે પણ કહેવાય છે કે દેશમાં વીજ ખાધથી પુરવઠો માંડ પાંચ કલાક મળે છે એ પણ કટકે કટકે આપતા ખેડુતોએ સામાજિક કાર્યકરને જણાવતા સામાજિક કાર્યકર અને ખેડુત રમેશભાઈ ખાખરીયા દ્વારા ટંકારા પીજીવીસીએલના ઈજનેર સોજીત્રા સાહેબને ટેલિફોનીક વાત કરતા ખુદ ઈજનેર પણ આ વાતને સ્વિકારી હતી અને પાણીમાં બેસી ગયા છે
વધુમાં ખેડુતો દ્વારા જણાવા મળ્યું છે કે વીજકાપથી આવી જ પરિસ્થિતિ રહી તો આગામી સમયમાં બહોળી સંખ્યામાં ખેડુતો પીજીવીસીએલના દ્વાર ખખડાવે તો ના નહી