લખપતથી કેવાડિયા સુધીની બાઇક રેલીનું ટંકારામા પોલીસ દ્વારા ભવ્ય સ્વાગત કરાયું
By જયેશ ભટાસણા – ટંકારા
પોલીસ સંભારણા દિવસે લખપતથી કેવાડિયા સુધીની ૨૮ બાઈક સવાર સાથે નિકળેલ રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તની રેલીનું ટંકારામા પોલીસ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું
આ તકે અધ્યક્ષ સ્થાને જીલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઈ શિહોરા દયાનંદ સરસ્વતી સ્મારક ટ્રસ્ટના આચાર્ય રામદેવ શાસ્ત્રી ડિવાય એસ પી ઉપાધ્યાય અને દેસાઈ ટંકારા ફોજદાર બિ ડી પરમાર અને ગોડલિયા મામલતદાર એન પી શુક્લ ટિડીઓ હર્ષવર્ધન જાડેજા માર્કેટ યાર્ડના ચેરમેન ભવાનભાઈ ભાગિયા તાલુકા પંચાયત પ્રમુખ પુષ્પાબેન પ્રભુભાઈ કામરીયા સરપંચશ્રીઓ જીલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ ભાજપ પક્ષના કિરીટભાઈ દિનેશભાઈ રૂપસિંહ સહિતના અનેક નામી અનામી નેતાઓ હાજર રહ્યા હતા
કાર્યક્રમનુ સુદર સંચાલન સાહિત્યકાર ભરતભાઇ વડધાસિયાએ કર્યુ હતું કાર્યક્રમને સંબોધતાં પ્રમુખ ચંદુભાઈએ સરદાર વલ્લભભાઈ પટેલના કાર્યકાળ દરમિયાન બનેલી ધટનાને વાગોળી દેશમાટે એકતા અખંડિતતા માટે યાદ કર્યા હતા.