ચંદ્રપુર ગ્રામ પંચાયતના સરપંચના ઉમેદવાર રેશ્માબેનને મળતો લોક આવકાર

રેશ્માબેન નો કોલ: તમે મને મત આપો, હું તમને કામ આપીશ. એજેન્ડા કર્યો જાહેર…

વાંકાનેર: ચંદ્રપુર ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે અને ટ્રકના નિશાન સાથે ચૂંટણી લડતા જેપી સદ્દામભાઈના પત્ની રેશ્માબેન નિઝામુદ્દીનભાઈ શેરસિયાને પોતાના મતક્ષેત્ર એટલે કે ચંદ્રપુર ગામ, તોહીદા પાર્ક, ગુલશન સોસાયટી અને ભાટીયા સોસાયટીમાં લોક સંપર્ક દરમિયાન લોકો તરફથી ખૂબ સારો લોક આવકાર મળ્યો છે.

જેપી સદામભાઈને દરેક વિસ્તારમાંથી યુવાનો સાથ મળી રહ્યો છે અને પોતાના વિસ્તારના સારા કામો અને લોકોને સુવિધા મળે તે માટે સદ્દામભાઈના પ્રચાર કાર્યમાં જોડાઈ ગયા છે, તેમના કારણે સદ્દામભાઈના પત્ની સરપંચમા મજબૂત ઉમેદવાર તરીકે સામે આવ્યા છે.

આ ઉપરાંત રેશ્માબેન પોતે મહિલાઓનો સંપર્ક કરીને મહિલાઓને સમજાવી રહ્યા છે. તેવો મહિલાના પ્રશ્નોનું નિવારણ લાવવા ઉપરાંત મહિલા પોતે પગ ભર થાય અને પોતાના પરિવારમાં પોતે પણ આર્થિક સહયોગ આપી શકે અને સારું જીવન જીવી શકે તે માટેના પ્રયત્નો કરવાની ખાતરી આપી રહયા છે.

☢️ રેશ્માબેન અને સદામભાઈએ જાહેર કરેલ એજન્ડા ☢️

આરોગ્ય અને સુખાકારી માટે તમામ બાબતો મારા ધ્યાન ઉપર છે. તેને હું ન્યાય આપીશ, પીવા માટેનું શુધ્ધ અને મીઠું પાણી મળી રહે તેવા મારા પ્રયત્નો હશે તેના માટે સ્વજલ ધારા યોજના દ્વારા બે ઉંચી ટાંકીઓ બનાવવાનું મારૂં સ્વપ્ન છે. દરેક રસ્તા ઉપર સીસી રોડ, સ્ટ્રીટ લાઈટ, સીસીટીવી કેમેરા તેમજ ભુગર્ભ ગટર બનાવવી તે અગ્રતા રહેશે.

સમગ્ર ચંદ્રપુર ગામ તથા ભાટીયા સૌસાયટીની મહિલાઓ માટે સખી મંડળની કે મહિલા મંડળની રચના કરી ગૃહ ઉદ્યોગ સ્થાપીત કરવા અને ઘર બેઠા બહેનો માટે રોજગારી મળી રહે તે માટેના પ્રયત્નો થશે આ માટે ખાદીગ્રામ ઉપોગ તેમજ અન્ય સંસ્થાનો સહકાર લઈ આપણ આગળ વધવાનું છે.

ગામના વિકાસ માટે ગ્રાન્ટ કેવી રીતે અને કયાથી મેળવવી તે હું જાણું છું તેનો લાભ આપણા ગામને જરૂર મળશે. શિક્ષણ ક્ષેત્રે સતત ઉમદા કામગીરી કરવાની તીવ્ર ઈચ્છા છે. આ ઉપરાંત ગ્રામજનોની સંપૂર્ણ ઈચ્છા અને વ્યાજબી કામોને પ્રાધાન્ય આપવું એ મારી સરપંચ તરીકેની નૈતીક જવાબદારી રહેશે,

આ મારો એજન્ડા હું આપ સમક્ષ ખુલ્લો મુકુ છું જેનો અભ્યાસ કરી કોઇ ઘટતું હોય તો મને જાણ કરશો, તો ગમશે જેનો હું અમલ કરીશ. આપ સૌ ગામજનો મતદાન વખતે ટ્રકના નિશાન ઉપર સિકકો મારી મને સરપંચ તરીકે તથા મારી પેનલના દરેક ઉમેવારને આપનો કિંમતી મત આપી વિજય બનાવશો એવી મને પૂર્ણ શ્રધ્ધા છે.

આ સમાચારને શેર કરો