અમદાવાદ: કોરોનાના સંક્રમણથી પહેલા પોલીસકર્મીનું મોત
અમદાવાદ : શહેર સહિત અમદાવાદનાં કોરોના વાયરસનાં સંક્રમણનાં કેસો ભયજનક રીતે વધી રહ્યાં છે. ત્યારે અમદાવાદમાં કોરોનાને કારણે હેડ કોન્સ્ટેબલ ભરત જી સોમાજીનું મોત નીપજ્યું છે. અમદાવાદમાં આ પહેલા પોલીસ કર્મી છે જેમનું મોત નીપજ્યું છે.
શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા કૃષ્ણનગરમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ ભરત જી સોમાજીનું વહેલી સવારે કોરોનાના કારણે મોત નીપજ્યું છે. મળતી માહિતી પ્રમાણે, ભરતજીને 16 તારીખે કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જે બાદ તેમને સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તેમની સારવાર દરમિયાન જ આજે વહેલી સવારે તેમનું મૃત્યુ થયું છે.
ભરતભાઇ ઉપરાંત શહેરના અનેક પોલીસ કર્મી કોરોનાની સારવાર લઈ રહ્યાં છે. ત્યારે આ મોતના સમાચારથી પોલીસ બેડામાં દુઃખની લાગણી ફેલાઇ ગઇ છે. આ મામલે ડીસીપી ઝોન 4 નિરજ બદગુજર દ્વારા મોતની પુષ્ટિ પણ કરવામાં આવી છે. નોંધનીય છે કે, કોરોનાની આ મહામારી માં મેડિકલ અને પોલીસ સ્ટાફ ફ્રન્ટ લાઈન પર કામ કરી રહ્યાં છે અને જેમને સૌથી વધુ જોખમ છે.
ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..
https://chat.whatsapp.com/EQbRFlsJXb2GcBBWtsfKqZ
આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…