આગામી 12 કલાક ભારે, વાવાઝોડું ‘સુપર સાઇક્લોન’માં ફેરવાશે

સાઇક્લોન એમફન જ્યારે દરિયાકાંઠે તટરાશે ત્યારે હવા 260 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની શક્યતા

ઓડિશામાં આવનારું ચક્રવાતી તોફાન એમફન સુપર સાઇક્લોનમાં બદલાઈ શકે છે. હવામાન વિભાગ મુજબ દરેક કલાકે તેની ઝડપ સતત વધી રહી છે. આગામી 12 કલાકમાં તે સુપર સાઇક્લોનમાં ફેરવાઈ શકે છે. આવા ખતરનાક તોફાનમાં સામાન્ય રીતે હવાની ઝડપ 250 કિલોમીટર પ્રતિ કલાકથી વધુ છે. આવું તોફાન ઓડિશામાં વર્ષ 1999માં આવ્યું હતું. છેલ્લા 6 કલાક દરમિયાન હવાની ઝડપ 13 કિલોમીટર પ્રતિ કલાક હતી. પરંતુ તે જ્યારે કાંઠાની નજીક પહોંચશે તો તેની ઝડપ 260 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે.

ચક્રવાતી તોફાન એમફન હાલ બંગાળની ખાડીના મધ્ય અને દક્ષિણ હિસ્સામાં છે. તે ઉત્તર-પૂર્વની તરફ વધી રહ્યું છે. સોમવાર સવારે 5:30 વાગ્યે તે ઓડિશાના પારાદીપથી 790 કિલોમીટરના અંતરે હતું. જ્યારે બંગાળાન દીધા તટથી તે હાલ 940 કિલોમીટર દૂર છે.

19 મેની સવારથી ઓડિશામાં 65 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે હવા ફુંકાઈ શકે છે. હવાની ઝડપ સતત વધી શકે છે. સોમવારે પશ્ચિમ બંગાળના કાંઠા વિસ્તારમાં હવાની ઝડપ 60-70 કિલોમીટર પ્રતિ કલાક રહી શકે છે. જ્યારે જે દિવસે આ તોફાન દાંઠાની ટકરાશે ત્યારે હવાની ઝડપ 250 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે.

કાંઠાના વિસ્તારો ખાલી કરાવ્યા

ઓડિશા રાજ્યના પ્રશાસને કહ્યું કે તેઓ આ ચક્રાવાતથી ખરાબ રીતે પ્રભાવિત થનારા 11 લાખ લોકોને સુરક્ષિત સ્થળો પર પહોંચાડવા માટે તૈયાર છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/EQbRFlsJXb2GcBBWtsfKqZ

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો