skip to content

વાંકાનેરમાં પોલીસ પર હુમલો કરનારને શોધવા ગયેલી પોલીસને દારૂનો જથ્થો મળી આવ્યો

વઘાસીયા ગામની સીમમાંથી પોલીસે ૨૧૮ બોટલ ઈંગ્લીશ દારૂનો જથ્થો જપ્ત કર્યો

By શાહરૂખ ચૌહાણ – વાંકાનેર
વાંકાનેરના વઘાસીયા ગામની સીમમાં પોલીસ પર હુમલાનો બનાવ બન્યો હોય જે હુમલાને પગલે આરોપીને શોધવા નીકળેલી પોલીસ ટીમને વઘાસીયા ગામની સીમમાંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો મળી આવતા દારૂનો જથ્થો કબજે લઈને આરોપીની શોધખોળ હાથ ધરી છે.

વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરજમાં રૂકાવટ અંગે ગુન્હો નોંધાયો હતો વાંકાનેર પોલીસ ટીમ પર હુમલો કરનાર આરોપી ભુપેન્દ્રસિંહ ઉર્ફે ભૂપી મહેન્દ્રસિંહ ઝાલા અને પ્રતિકસિંહ ઉર્ફે પીન્ટુ જનકસિંહ ઝાલા રહે બંને વઘાસીયા વાળા નાસતા ફરતા હોય જેને ઝડપી લેવા ટીમ કોમ્બીગમાં હોય દરમિયાન વઘાસીયા ગામની સીમમાં આરોપી ભગીરથસિંહ રઘુભા ઝાલા રહે વઘાસીયા વાળાના ખુલ્લા વંડામાં છુપાવેલ દારૂની બાતમી મળતા ટીમે તપાસ કરતા સ્થળ પરથી ઈંગ્લીશ દારૂની ૨૧૮ બોટલ કીમત રૂ ૮૧,૭૫૦ નો મુદામાલ મળી આવતા પોલીસે મુદામાલ જપ્ત કર્યો હતો તો આરોપી ભગીરથસિંહ રઘુભા ઝાલા હજાર નહિ મળી આવતા ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ કામગીરીમાં વાંકાનેર સીટી પીઆઈ એચ એન રાઠોડ, પીએસઆઈ બી ડી જાડેજા, હીરાભાઈ મઠીયા, હરપાલસિંહ પરમાર, કૃષ્ણરાજસિંહ ઝાલા, દિવ્યરાજસિંહ ઝાલા, અજીતભાઈ સોલંકી, પ્રતિપાલસિંહ વાળા સહિતની ટીમ જોડાયેલ હતી

આ સમાચારને શેર કરો