Placeholder canvas

વાંકાનેરશહેર માં ધોળા દિવસે માતેલા સાંઢની જેમ દોડતા ઓવરલોડ ડમ્પરને કારણે અકસ્માતનો ભય, જવાબદાર કોણ?

વિજીલન્સ દ્વારા ઓચિંતી રેડ કરવામાં આવે તો જિલ્લા ખાણ ખનીજની પોલ ઉઘાડી પડી જાય તેવી ચર્ચા બુદ્ધિજીવીઓ કરી રહ્યા છે.

By શાહરુખ ચૌહાણ – વાંકાનેર
વાંકાનેર શહેરમાં ઓવરલોડ ડમ્પર દોડતા હોય જેથી અકસ્માતનો ભય સતાવે છ. ત્યારે આવા ડમ્પરચાલકો નિયમ વિરુદ્ધ ઓવરલોડ ભરીને બેફામ ઝડપે કોના આશીર્વાદથી દોડી રહયા છે? તંત્રની રહેમ નજર હેઠળ ડમ્પરચાલકો બેફામ બન્યા છે કે શું ? તેવી ચર્ચા પણ લોકોમાં જોવા મળે છે. ઓવરલોડ વાહનોમાં નંબર પ્લેટ નથી હોતી ત્યારે કેટલાક ઓવરલોડ વાહનોના નંબર પણ સ્પષ્ટ રીતે જોઈ શકાતા નથી.

મોરબીના વાંકાનેર શહેર અને હાઈવે પર માતેલા સાંઢ ની જેમ વાહનો બેફામ દોડતા જોવા મળે છે પુરઝડપે દોડતા આવા વાહનોને પગલે સતત અકસ્માતનો ભય વાહનચાલકોને સતાવે છે તો કોના આશીર્વાદથી ડમ્પ રચાલકો બેફામ બનીને દોડી રહ્યા છે તેવી ચર્ચાએ પણ જોર પકડ્યું છે.
વાંકાનેર શહેર નજીક હાઈવે પ રથી ખનીજ ભરેલા ડમ્પર બેફામ સ્પરૂપે દોડતા હોય છે. રાત્રીના સમયે પણ ડમ્પરચાલકોનો ત્રાસ જોવા મળતો હોય જેથી નગરજનો રાત્રીના ફરવા પણ નીકળી શકતા નથી

જો વિજીલન્સ દ્વારા ઓચિંતી રેડ કરવામાં આવે તો જિલ્લા ખાણ ખનીજની પોલ ઉઘાડી પડી જાય તેવી ચર્ચા બુદ્ધિજીવીઓ કરી રહ્યા છે.

આ સમાચારને શેર કરો