વાંકાનેર: પોલીસ દ્વારા અલગ અલગ બે કિસ્સામાં વિદેશી દારૂની 23 બોટલ પકડી

વાંકાનેર : વાંકાનેર સિટી અને તાલુકા પોલીસ મથક ટીમ દ્વારા અલગ અલગ બે કિસ્સામાં વિદેશી દારૂની 23 બોટલ પકડી પાડવામાં આવી છે. જો કે વાંકાનેર શહેરમાં રહેણાંક મકાનમાંથી દારૂ ઝડપાયો હતો પરંતુ ધંધાર્થી પોલીસને હાથ લાગ્યો ન હતો.

મળેલ વિગત મુજબ વાંકાનેર સીટી પોલીસ ટીમે બાતમીને આધારે વીશીપરા મીલ સોસાયટીમાં દરોડો પાડી લક્ષ્મણભાઈ ઉર્ફે લખુભા નકુભા સાદૈયાના રહેણાંકમાંથી પાસ પરમીટ કે આધાર વગર વગર ભારતીય બનાવટનો અંગ્રેજી દારૂ મેકડોવેલ નંબર વનની બોટલ નંગ-22 કીમત રૂ. 8250 કબ્જે કરી પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો નોંધી આરોપીને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી હતી.

આ સમાચારને શેર કરો