Placeholder canvas

શાપરમાંથી ગુમ 8 મહિલા સહિત 10 લોકોને પોલીસે શોધી કાઢતા

રાજકોટ: રાજકોટ નજીક શાપર વેરાવળમાં છેલ્લા બે માસ દરમ્યાન ઘરેથી કહ્યા વગર પ્રેમ પ્રકરણ સહિતના કારણોસર ઘરેથી નીકળી ગયા બાદ લાપત્તા બનેલી ૮ મહિલા સહિત ૧૦ લોકોને અને અપહૃત ત્રણ કિશોરને શાપર પોલીસે શોધી કાઢી તેમના પરિવારજનો સાથે મિલન કરાવ્યું હતું.

શાપરમાં રહેતી આઠ જેટલી મહિલા છેલ્લા બે માસ દરમ્યાન ઘરેથી નીકળી ગયા બાદ લાપતા બની હતી. પરિવારજનોએ શોધખોળ કરવા છતાં પત્તો નહીં લાગતા તેમના પરિવારજનોએ પોલીસમાં નોંધ કરાવતા તપાસ શરૂ કરાઇ હતી. જ્યારે વિજય કિશોરભાઇ ગોહેલ (ઉ.વ. ૨૯, રહે. રાજગઢ, તા. કોટડા સાંગાણી) અને કાળુ બાબુભાઇ ડામોર (ઉ.વ.૨૫, રહે. શાપર વેરાવળ) પણ ઘરેથી નીકળી ગયા બાદ લાપત્તા બન્યા હતા. શાપરના પીએસઆઇ આર.કે. ગોહિલ સહિતના સ્ટાફે આ અંગે તપાસ કરી તમામ લાપત્તા ૮ મહિલાઓ સહિત ૧૦ને રાજ્યના અલગ-અલગ વિસ્તારમાંથી શોધી પરિવારજનો સાથે પુનઃ મિલન કરાવ્યું હતું. પોલીસે જણાવ્યું કે, વિજય સભવનઃ ઘર કંકાસના કારણે ઘરેથી નીકળી ગયો હતો. જેને સુરતથી અને કાળુ સહિત તેના બનેવી સાથે રહેતો હોય વતન ગોધરા પંથક જવાનું કહી નીકળ્યા બાદ લાપત્તા બનતા તેને પણ શોધી કાઢ્યા હતા. આ ઉપરાંત બે માસ દરમ્યાન શાપરમાંથી અપહરણ કરાયેલી ત્રણ કિશોરીને પણ શોધી આરોપી સામે કાર્યવાહી કરાઇ હતી.

આ સમાચારને શેર કરો