Placeholder canvas

ઉનામાં રાતભર પોલીસનું કોમ્બીંગ : ઘાતક હથિયારો સાથે 76ની અટકાયત

ઊના શહેરમા રામનવમીના દિવસે ભડકાઉ ભાષણ બાદ ઉનામા તંગદિલીનો માહોલ સર્જાયો હતો. બાાદ કુંભારવાળા તેમજ વિસ્તારમાં પથ્થર મારાની પણ ઘટના બની હતી. જેમાં બે વ્યક્તિઓને સમાન્ય ઈજા પહોંચી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઇ ગીર સોમનાથ જિલ્લા તેમજ જૂનાગઢ એસ પી તથા પોરબંદરની પોલીસ દ્વારા કોઈ અનિછનિય બનાવ ન બને તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ ઘટનાને પગલે જુનાગઢ રેન્જ આઇ જી મયંકસિંહ ચાવડા રાત્રીના સમયે ઉના ખાતે પહોચી ગયા હતા. અને ગીરસોમનાથ જીલ્લા એસ.પી. શ્રીપાલ શેષ્મા જુનાગઢ એસ પી રવિ તેજા સહીત, જીલ્લા, તાલુકાભરની તમામ પોલીસનો ચુસ્ત બંધોબસ્ત ગોઠવી દેવાયેલ હતો.

શહેરમાં રામનવમીના પાવન દિવસે ભડકાઉ ભાષણ કરી તંગદિલી ભર્યુ વાતાવરણ ઉભુ કરનાર કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ ફરીયાદ નોંધાઈ હતી. તેમજ પોલીસ દ્વારા આખી રાત કોમ્બીંગ કરવામાં આવેલ હતું. જેમાં 75 શખ્સોને અટકાયત કરી રાયોટિંગનો ગુન્હો નોઘ્યો હતો. બીજી તરફ શહેરીજનોમાં હજુ પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે ઉના શહેરના વેપારીઓ દ્વારા દુકાન ખોલવવામાં આવેલ ન હતી. બપોરે વેરાવળ મુસ્લિમ સમાજના આગેવાનો પોલીસ સ્ટેશન ખાતે ઉચ્ચપોલીસ અધિકારીને રજૂઆત કરવા પહોચી ગયા હતા.

શહેરમાં પોલીસ દ્વારા આખી રાત કોમ્બિંગ સમય દરમિયાન પોલીસને ઘાતક હથિયારી પણ મળી આવ્યા હતા. શહેરમાં પરિસ્થિતીની ગંભીરતા સમજી શહેર પોલીસ છાવણીમાં ફેરવાયું હોય તેમ જ્યાં નજર કરીયે ત્યાં પોલીસ પોલીસજ દેખાય હતી. ત્યારે અલગ અલગ જીલ્લાની એસ ઓ જી, એલ સી બી, ડિસ્ટાફ, એસ આર પી સહીતનો પોલીસ કાફલો કુલ 300 થી વધુ પોલીસ ચુસ્ત બંદોબસ્તમાં તૈનાત કરી દેવામાં આવેલ છે. પોલીસ દ્વારા સીસીટીવી અને હ્યુમન સર્વેલન્સ થી 75 થી વધુ આરોપીઓને રાઉન્ડ અપ કર્યા હતા. અને પોલીસે રાયોટીંગ સહીતની 323, 337, 427, 143, 147, 148, કલમ હેઠળ પોલીસે ફરીયાદ નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. પોલીસ દ્રારા મોડી રાત્રીના અલગ અલગ વિસ્તારોમાં કોમ્બીંગ કરતા 76 જેલા લોકોની અટકાયત કરી હતી. અને જડતી લેતા 50 થી વધુ ધાતક હથિયારો તેમજ 100 જેટલી સોડા બોટલો મળી આવી હતી. ઊનામાં બે દિવસથી તંગદીલીભર્યુ વાતાવરણ જોવા મળી રહ્યુ છે.

પોલીસ દ્રારા હજુ પણ આવા તત્વોને પકડી પાડવા સીસી ટીવી કેમેરા ફુટેજ તેમજ વિડીયો ગ્રાફીસના આધારે તપાસ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. જીલ્લા એસ પી, ઉના પીઆઇ સહીત પોલીસ કાફલા સાથે શહેરના વિવિધ વિસ્તારોમાં ફુટ પેટ્રોલીંગ હાથ ધરવામાં આવ્યુ હતું.

આ સમાચારને શેર કરો