Placeholder canvas

વાંકાનેર: રાતીદેવળી પ્રાથમિક શાળામાં સંસ્કૃત ગૌરવ પરીક્ષાનું આયોજન કરાયુ…

વાંકાનેર: રાતીદેવળી પ્રાથમિક શાળામાં સંસ્કૃત ગૌરવ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. શાળાના ધોરણ 6 થી 8 ના કુલ 82બાળકોએ આ પરીક્ષા આપી હતી. સંસ્કૃત ભારતી દ્વારા સંસ્કૃત ગૌરવ પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે. રાતીદેવળી પ્રાથમિક શાળામાં સંસ્કૃત ગૌરવ પરીક્ષાનું આયોજન છેલ્લા બે વર્ષથી કરવામાં આવે છે. શાળાના ભાષા શિક્ષિકા ડૉ. પાયલબેન ભટ્ટ કેન્દ્ર સંયોજક છે. જેઓ આ પરીક્ષાનું સુયોગ્ય સંચાલન કરે છે અને સંસ્કૃત ગૌરવ પરીક્ષાની તૈયારી કરાવે છે.

શાળાના શિક્ષિકા ગીતાબેન વાઘેલા અને હેતલબેન મકવાણાએ પણ આ પરીક્ષા આપી હતી. પરીક્ષાને સફળ બનાવવા માટે આચાર્ય રજીયાબેન હેરંજાએ જરૂરી તમામ સગવડ કરી આપી હતી અને પ્રોત્સાહન આપ્યું હતુ. રાષ્ટ્રધર્મ અને સંસ્કૃતી માટે સતત પ્રવૃત એવા મોરબીના ઉદ્યોગપતિ કિશોરભાઈ દ્વારા આ પરીક્ષા માટે તમામ બાળકોની પરીક્ષા ફી આપવામાં આવી હતી. આમ, સંસ્કૃત ગૌરવ પરીક્ષાનું ખુબ સરસ રીતે આયોજન કરવામાં આવ્યુ હતુ.

કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડવા માટે નીચેની લીંક પર ક્લિક કરો..

https://chat.whatsapp.com/8E3k5K5WX36GM3d0SSxQrO

તમારા મોબાઈલમાં 9879930003 આ નંબર કપ્તાનના નામે સેવ કરી લેજો… જો એવું નહીં કરો તો સમાચાર ખુલશે નહીં જેમની નોંધ લેશો…

આ સમાચારને શેર કરો