Placeholder canvas

નેપાળના પોખરામાં પ્લેન ક્રેશ: 45 મૃત્યુની પુષ્ટિ, મુસાફરોમાં 4 ભારતીયો.

નેપાળના પોખરા ઈન્ટરનેશનલ એરપોર્ટના રનવે પર 72 સીટર પેસેન્જર એરક્રાફ્ટ ક્રેશ થતા ઓછામાં ઓછા 45 લોકોના મોત થયા છે. વિમાન ક્રેશ થયું ત્યારે તેમાં 68 મુસાફરો અને ચાર ક્રૂ મેમ્બર હતા, અધિકારીઓએ જણાવ્યું હતું કે, બચી જવાની શક્યતા ઓછી છે. જૂના એરપોર્ટ અને પોખરા ઈન્ટરનેશનલ એરપોર્ટ વચ્ચે એરક્રાફ્ટ ક્રેશ થયું હોવાનું અહેવાલમાં જણાવાયું છે.

અધિકારીઓએ પુષ્ટિ કરી છે કે ક્રેશ સ્થળ પરથી 45 મૃતદેહો મળી આવ્યા છે. :- સુદર્શન બરતૌલાએ એએફપીને અગાઉ જણાવ્યું હતું કે, “બોર્ડમાં 68 મુસાફરો અને ચાર ક્રૂ મેમ્બર છે. બચાવ કાર્ય ચાલી રહ્યું છે, અમને અત્યારે ખબર નથી કે ત્યાં કોઈ બચી ગયા છે કે નહીં,” વિમાનમાં કેટલાક ભારતીયો સહિત 10 વિદેશી નાગરિકો સવાર હતા. મધ્ય નેપાળમાં જૂના અને નવા પોખરા એરપોર્ટ વચ્ચે વિમાન ક્રેશ થયું હતું.

સ્થાનિક અધિકારી ગુરુદત્ત ધકલે જણાવ્યું હતું કે કાટમાળમાં આગ લાગી હતી અને બચાવ કાર્યકરો આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહ્યા હતા. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરની તસવીરો અને વીડિયોમાં ક્રેશ સાઇટ પરથી ધુમાડાના ગોટેગોટા ઉડતા જોવા મળ્યા હતા. નેપાળ એરપોર્ટ ઓથોરિટીના ટોચના અધિકારીઓના જણાવ્યા અનુસાર હેલિકોપ્ટર દ્વારા બચાવ કામગીરી ચાલી રહી છે.

આ સમાચારને શેર કરો