Placeholder canvas

ફિલ્મ કલાકાર કાર્તિક આર્યન ઉત્તરાયણના દિવસે કચ્છના સફેદ રણની મુલાકાત લીધી.


કચ્છ : હિન્દી ફિલ્મના જાણીતા કલાકાર કાર્તિક આર્યન સંક્રાતના દિવસે કચ્છના મહેમાન બન્યા હતા, તેઓએ દુનિયા પરમાં મશહૂર એવા કચ્છના સફેદ રણની મુલાકાત પણ લીધી હતી. ત્યાં તેઓએ બપોરે ટેન્ટ સિટીના રજવાડી તંબુ ખાતે પત્રકાર પરિષદ યોજી, તેમણે આગામી ફિલ્મ સજદા વિશે વાત કરી, આ ફિલ્મ જોવાની અપીલ કરી. તેમણે ગુજરાતીમાં બોલીને લોકોના દિલ જીતી લીધા હતા.

દિવસ સંક્રાત નો હોય અને જો પતન ન ચગાવે એવું થોડું ચાલે, હિન્દી ફિલ્મ અભિનેતા કાર્તિક આર્યન ફિલ્મના પ્રમોશન દરમિયાન વ્હાઈટ રનના વોચ ટાવર પરથી વિવિધ દેશોના પતંગબાજો સાથે પતંગ ઉડાવ્યો હતો. જ્યારે કાર્તિક આર્યન સફેદ રણમાં પતંગ ઉડાવી રહ્યા હતા ત્યારે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

આ ફિલ્મનું ટ્રેલર એક સાંસ્કૃતિક કાર્યક્રમમાં રિલીઝ કરવામાં આવ્યું હતું.
તેણે તેની આગામી ફિલ્મ શહેજાદાનું પ્રમોશન પણ કર્યું હતું. આવું પહેલીવાર બન્યુ છે કે જ્યારે કોઈ અભિનેતા બોલિવૂડ ફિલ્મના પ્રમોશન માટે કચ્છના રણમાં આવ્યો હોય.કચ્છનું સફેદ રણ જે એક સમયે પ્રવાસનને કારણે નિર્જન હતું તે હવે સમગ્ર વિશ્વમાં છવાઈ ગયું છે. તેમણે કચ્છની પ્રશંસા કરી હતી.

ટી-સિરીઝ દ્વારા નિર્મિત હિન્દી ફિલ્મ શહેઝાદા 10 ફેબ્રુઆરીએ સિનેમાઘરોમાં આવશે. જેનું નિર્દેશન બોલિવૂડના પ્રખ્યાત નિર્દેશક રોહિત ધવન કરી રહ્યા છે.

ફિલ્મ કલાકાર કાર્તિક આર્યનના સમગ્ર કાર્યક્રમનો જુઓ વિડિયો…

ફેસબુક:-
કપ્તાન ન્યૂઝનું facebook પેજ લાઈક અને ફોલો કરો. https://www.facebook.com/kaptaannews
વોટ્સએપ:-
કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો… https://chat.whatsapp.com/LF1muhfnumB901BhcpjXTx
મોબાઈલ એપ્સ:-
તમારા શહેરના તમામ સમાચાર સૌથી પહેલા જાણવા માટે અત્યારે જ ‘કપ્તાન’ની મોબાઇલ એપ્સ ઇન્સ્ટોલ કરો…
કપ્તાન ન્યૂઝની ઍપ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો…https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews
આ સમાચારને શેર કરો