Placeholder canvas

પીપળીયા રાજ સહકારી મંડળીના મંત્રીને પુનઃસ્થાપિત કરવાનો કેસ રદ કરતો રાજકોટ મજૂર અદાલતનો ચુકાદો

વાંકાનેર: પીપળીયા રાજ જુથ્થ સેવા સહકારી મંડળીના પૂર્વ મંત્રીને ફરીથી મંત્રી પદ માટે લેવાનો કેસ રદ કરતો રાજકોટ મજૂર અદાલતનો ચુકાદો…

આ કેસની હકીકત એવી છે કે પીપળીયા રાજ સહકારી મંડળીના મંત્રી પદ પરથી અબ્દુલમજીદ મામદહુસેનભાઇ કડીવારને હોદ્દા પરથી બરતરફ કરાયેલા હતા.

જેથી અબ્દુલમજીદ મામદહુશેનભાઈ કડીવારે મંત્રી પદથી દૂર કરવાના હુકમ સામે રાજકોટ મજૂર અદાલતમાં ફરીથી મંત્રી પદ માટે પુનઃસ્થાપિત કરવા કેસ દાખલ કરેલ હતો. અત્રે ઉલ્લેખનિય છે કે જેમાં પ્રથમ લેબર કોર્ટે સંસ્થા એ કરેલ ખાતાકીય તપાસ અમાન્ય ઠરાવેલ હતી.

જે કેસમાં અદાલતે બંને પક્ષકારો એ રજૂ રાખેલ પુરાવાને ધ્યાનમાં લઇ મંત્રી પદ માટે પુનઃસ્થાપિત કરવાની અરજી કોર્ટે નામંજૂર કરેલ છે.

આ બાબતે સહકારી મંડળીના પૂર્વ મંત્રી અબ્દુલમજીદ કડીવારનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે… આ હુકમ સામે હાઇકોર્ટમાં તેઓ રિટ પિટિશન દાખલ કરશે.

આ સમાચારને શેર કરો