Placeholder canvas

વાંકાનેર: સમથેરવા-રાજગઢ રોડ પર કારમાંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો પકડાયો.

વાંકાનેરના સમથેરવા-રાજગઢ રોડ પર કારમાંથી વિદેશી દારૂની ૧૫૬ બોટલનો જથ્થો મળી આવ્યો હતો જે કારનો ચાલક ફરાર થયો હોય જેથી પોલીસે કાર અને દારૂ સહિતનો મુદામાલ જપ્ત કરી પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

વાંકાનેર તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન સમથેરવા-રાજગઢ રોડ પર કાર જીજે ૦૧ એચએમ ૨૦૩૭ કારનો ચાલક કાર રેઢી મૂકી નાસી ગયો હતો જેથી પોલીસે રેઢી કારમાંથી તલાશી લેતા ઈંગ્લીશ દારૂની અલગ અલગ બ્રાંડની બોટલ નંગ ૧૫૬ કીમત રૂ ૬૭,૨૦૦ મળી આવતા પોલીસે દારૂનો જથ્થો અને સેન્ટ્રો કાર જીજે ૦૧ એચએમ ૨૦૩૭ કીમત રૂ ૧.૫૦ લાખ મળીને કુલ રૂ ૨,૧૭,૨૦૦ ની કિમતનો મુદામાલ જપ્ત કર્યો છે તેમજ કાર રેઢી મૂકી નાસી જનાર ચાલક વિશાલ ગોરધન કોળી રહે વરડુસર તા. વાંકાનેર વાળા વિરુદ્ધ પોલીસ મથકમાં ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે

જે કામગીરીમાં વાંકાનેર તાલુકા પીએસઆઈ બી પી સોનારા, સર્વેલન્સ ટીમના મયુરધ્વજસિંહ જાડેજા તથા ચમનભાઇ ચાવડા તથા ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા હરીશચંદ્રસિંહ ઝાલા તથા સંજયસિહ જાડેજા તથા રવીભાઇ કલોત્રા તથા વિજયભાઇ ડાંગર તથા દીનેશભાઇ લોખીલ જોડાયેલા હતા.

આ સમાચારને શેર કરો