રાજકોટ ડેરીએ દૂધના ભાવનો વધારો કર્યો: કિલો ફેટે રૂ.10 વધાર્યા, આવતી કાલથી ભાવવધારો લાગુ.

રાજકોટ સહકારી ડેરીના દૂધ ઉત્પાદકો માટે રાહતના સમાચાર છે. રાજકોટ દૂધ સંઘના નિયામક મંડળે આવતીકાલથી દૂધ મંડળીઓને કિલોફેટે 10 રૂપિયા ભાવવધારો આપવામાં આવશે. આથી હવે દૂધ મંડળીઓને કિલોફેટે 770 રૂપિયા ચૂકવવામાં આવશે. પશુ આહારના ભાવ અને મોંઘવારીને ધ્યાને લઇને ડેરીના ચેરમેન ગોરધન ધામેલિયાએ દૂધના ફેટમાં ભાવવધારો કર્યો હોવાનું સામે આવ્યું છે.

અગાઉ રાજકોટ ડેરીએ 2022માં કિલો ફેટે 10 રૂપિયાનો વધારો કર્યો હતો. આથી જૂનો ભાવ 750 હતો જે વધીને 760 કરવામાં આવ્યો હતો જેમાં ફરી બીજી વખત વધારો જાહેર કરી 760 ના 770 રૂપિયા 1 ફેબ્રુઆરી એટલે કે આવતીકાલથી ચુકવામાં આવશે. રાજકોટ જિલ્લામાં 50 હજાર દૂધ ઉત્પાદકોને આ ભાવવધારાથી સીધો ફાયદો થશે.

નવા વર્ષની શરૂઆતમાં પ્રથમ વખત ભાવવધારો કરવાનો નિર્ણય ડેરી દ્વાર કરવામાં આવ્યો છે. દૂધ મંડળીઓને હાલ પ્રતિ કિલો ફેટે 760 રૂપિયા ચૂકવવામાં આવે છે. જેમાં 10 રૂપિયાનો વધારો કરતા હવે 770 રૂપિયા ચૂકવવા પડશે. ગત વર્ષે આ સમયગાળામાં પ્રતિ કિલો ફેટનો ભાવ 700 રૂપિયા આસપાસ હતો. ભાવ વધારાથી દૂધ ઉત્પાદકોને ફાયદો થશે. તેમજ ભાવ વધારાથી દૂધ ઉત્પાદનને વેગ મળશે.

આ સમાચારને શેર કરો