Placeholder canvas

બ્રેકીંગ ન્યૂઝ: વાંકાનેર માર્કેટિંગ યાર્ડના સભ્યોએ ભાજપ છોડી ‘આપ’નો ખેસ પહેર્યો !!

વાલાસણ ખાતે માર્કેટિંગ યાર્ડના સભ્યો, લઘુમતી સમાજના પૂર્વ પદાધિકારીઓ, સરપંચો, આગેવાનો અને યુવાનો મોટી સંખ્યામાં આપમાં જોડાયા.

વાંકાનેર: વિધાનસભાની ચૂંટણી જેમ નજીક આવી રહી છે તેમ રાજકારણમાં કડાકા ભડાકા થવા લાગ્યા છે, એ જ રીતે આજે વાંકાનેરના રાજકારણમાં મોટો ધડાકો થયો છે. વાંકાનેરમાં કોંગ્રેસના આગેવાનોથી નારાજ એવા લઘુમતી સમાજના આગેવાનો ભાજપ સાથે જોડાયેલા હતા. જે આ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો ખેસ ઉતારીને આમ આદમી પાર્ટીનો ખેસ પહેર્યો છે.

આજે વાંકાનેર તાલુકાના વાલાસણ ગામ ખાતે આમ આદમી પાર્ટીના ઉમેદવાર વિક્રમભાઈ સોરાણી તેમની ટીમ સાથે પહોંચ્યા હતા ત્યારે તેમનું ગામમાં ભારે ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. લઘુમતી સમાજનાના એપીએમસીના સભ્યોએ ભાજપને અલવિદા કહીને આમ આદમી પાર્ટીનો ખેસ પહેર્યો હતો.

આજે ભાજપમાંથી આમ આદમી પાર્ટી જોઈન્ટ કરવામાં વાંકાનેર માર્કેટિંગ યાર્ડના સભ્ય યુનુસભાઈ ખોરજીયા, યાર્ડના સભ્ય અને વાલાસણના પૂર્વ સરપંચ ઈસ્માઈલભાઈ કડીવાર, યાર્ડના સભ્ય અને તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખભાઈ ગુલમહંમદભાઈ બ્લોચ, પીપળીયારાજના પૂર્વ ઉપસરપંચ રસુલભાઈ ભોરણીયાની સાથે તેમની ટીમે આમ આદમી પાર્ટીનો ખેસ પહેર્યો હતો.

‘આપ’નો પીપળીયા રાજનો કાર્યક્રમ રદ

આજે વાંકાનેર તાલુકાના પીપળીયા રાજ ગામ ખાતે આમ આદમી પાર્ટીની સભાનું આયોજન હતું અને તેમાં લઘુમતી સમાજના ઘણા બધા આગેવાનો ‘આપ’માં જોડાવાના હતા, પરંતુ પીપળીયા રાજ ગામના યુવાન ઐયુબભાઈ કડીવારનું એક્સિડન્ટમાં મૃત્યુ થતાં, આમ આદમી પાર્ટીના ઉમેદવાર વિક્રમભાઈ સોરાણીએ પીપળીયા રાજ ગામની સભાનો કાર્યક્રમ રદ કર્યો હતો.

આ સમાચારને શેર કરો