Placeholder canvas

વાંકાનેર: તાલુકા પંચાયતના કોંગ્રેસના સભ્યએ ભાજપનો ભગવો ધારણ કર્યો.

વાંકાનેર: જેમ જેમ વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ધળાકા કરવાની અને આગેવાનો તોડવાની જાણે કે મોસમ ખીલી છે.

આજે ભાજપના લઘુમતી આગેવાનો ”આપ’માં જોડાયા તો સામે કોંગ્રેસના તાલુકા પંચાયતના સભ્ય એ ભાજપનો ભગવો ધારણ કરીને ભાજપમાં જોડાયા છે. તેવો હવે ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર જીતુભાઈ સોમાણીને મદદ કરશે.

મળેલી માહિતી મુજબ વાંકાનેર તાલુકા પંચાયતના કોઠી સીટના સભ્ય વાલજીભાઈ રાઘવજીભાઈ ચૌહાણ આજે સાંસદ મોહનભાઈ કુંડારીયા, પૂર્વ સાંસદ દેવજીભાઈ ફતેપરા, ઉમેદવાર જીતુભાઈ સોમાણી, હિરેન પારેખ અને ભાજપના આગેવાનો અને કાર્યક્રમની હાજરીમાં આજે ભાજપનો ખેસ પહેરીને વિધિવત રીતે ભાજપમાં જોડાઈ ગયા છે. વાલજીભાઈ ભાજપમાં જતા કોંગ્રેસને ફટકો પડ્યો છે.

આજે વાંકાનેરમાં બે રાજકીય ધળાકા થયા… જ્યારે પીપળીયા રાજ નો મોટો કાર્યક્રમ રદ કર્યો છે.

આ સમાચારને શેર કરો