skip to content

વાંકાનેર: PSE સ્કોલરશીપની પરીક્ષામાં પીપળીયારાજની વિધાર્થિની તસ્કીન તાલુકામાં ત્રીજા ક્રમે

વાંકાનેર: સ્ટેટ બોર્ડ એક્ઝામિનેશન ગાંધીનગર દ્રારા સમગ્ર ગુજરાત રાજ્યમાં ધોરણ ૬ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સ્કોલરશીપ માટેની એક્ઝામમાં લેવામાં આવે છે. આ વર્ષે લેવાયેલી આ એક્ઝામનું પરિણામ તાજેતરમાં જ આવેલ છે, જેમાં વાંકાનેર તાલુકાની પીપળીયા રાજ ગામની વિદ્યાર્થીની કડીવાર તસ્કીન ઈકબાલ વાંકાનેર તાલુકામાં ત્રીજો ક્રમ મેળવીને ઉત્કૃષ્ટ દેખાવ કરેલ છે.

પીપળીયારાજ તાલુકા શાળાના આચાર્ય અબદુલભાઇ બાબરાની દેખરેખ અને સતત ઉત્સાહ દર્શાવી તમામ વિદ્યાર્થીને સ્પેશ્યલ કોચિંગ કરવા માટે વાલાસણના અનુભવી શિક્ષક ઇલુ સાહેબની સેવા લેવામાં આવી હતી અને ઇલ્મુદીન કડીવાર એટલે કે ઇલ્લુ સાહેબની સતત મહેનત અને વિદ્યાર્થી ને ઝીણવટ ભરી માહિતી અને માર્ગદર્શન થકી ઉત્તમ પરિણામ મેળવેલ છે.

અત્રે એ પણ ઉલ્લેખનીય છે ગત સાલ ઇલ્મુદીન સાહેબના માર્ગદર્શન હેઠળ આ પરીક્ષાની તૈયારી કરતા વાલાસણના વિદ્યાર્થી નિશાંત કડીવાર સમગ્ર વાંકાનેર તાલુકામાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. આ ઉપરાંત NMMS પરીક્ષામાં પણ ઇલ્લુ સાહેબના વિદ્યાર્થીઓ ઉત્કૃષ્ટ દેખાવ કરશે એવી આશા રાખવામાં આવી રહી છે.

આ વર્ષે સ્કોલરશીપ માટેની પરીક્ષામાં સમગ્ર તાલુકામાં ત્રીજું સ્થાન મેળવીને તસ્કીન કડીવારે પોતાના ગામ, કુટુંબ, શાળા, શિક્ષક અને સી.આર.સી નું ગૌરવ વધારેલ છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/Bg9cW6lrckEGLeEs95MWp2

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો