અમદાવાદની યુવતી પર ડીસા બસ સ્ટેન્ડમાં જ ત્રણ હોમગાર્ડે ગુજાર્યો ગેંગરેપ, ઘટનાથી ખળભળાટ

ડીસાઃ અમદાવાદની યુવતી પર ડીસાના એસટી બસ સ્ટેન્ડમાં જ ત્રણ હોમગાર્ડ જવાનોએ ગેંગરેપ કરતાં ખળભળાટ મચી ગયો છે. અમદાવાદની મુસાફર યુવતી ડીસા બસ સ્ટેન્ડમાં રાત્રે આ નરાધમોએ દુષ્કૃત્ય આચાર્યું હતું. વહેલી સવાર જ સનસનીખેજ ઘટનાના ખુલાસાથી ખળભળાટ મચી ગયો છે.

યુવતીની ફરિયાદને આધારે પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. બીજી તરફ રક્ષકો દ્વારા જ બળાત્કાર ગુજારવામાં આવતા ચારેકોરથી ફિટકાર વરસી રહ્યો છે. એટલું જ નહીં, એસટી તંત્રના સલામત સવારીના દાવા વચ્ચે બસ સ્ટેન્ડમાં જ બનેલી આ ઘટનાને કારણે દાવા સામે પ્રશ્નો ઉઠી રહ્યા છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/Bg9cW6lrckEGLeEs95MWp2

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો