Placeholder canvas

વાંકાનેર: કલાવડીમાં લોકો તરસ્યા રહે છે છતાં કર્મચારીની મહેરબાનીથી ખેતીમાં પાણીના ધસકારા.!

(શાહરૂખ ચૌહાણ દ્વારા) મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકામાં કલાવડી ગામ તરફ લોકોને પીવાનું પાણી પૂરું પાડવા માટે પાણી પુરવઠા દ્વારા લાઇન પથરવામાં આવેલ છે અને પાણી પુરવઠા બોર્ડની લાઇનમાંથી ગેરકાયદેસર કનેક્શન મેળવીને ૮થી ૧૦ જેટલા ખેતરમાં સિંચાઈ માટે પાણી લઈ જવામાં આવે છે આ વાતને સાંભળીને જરાપણ ચોંકી જવાની જરૂર નથી કેમ કે, ગ્રામ્ય વિસ્તારના લોકોને પૂરતા પ્રમાણમાં પાણી ન મળતું હોય આવી અગાઉ અનેક ફરિયાદો ઉઠી હતી દરમિયાન આ ચેકિંગ કરવામાં આવતા એકસાથે લગભગ ૪ થી ૬ જેટલા ગેરકાયદેસર કનેક્શન મળી આવ્યા હતા અને તેના મારફતે આઠથી દસ જેટલી વાડીમાં સિંચાઇ માટે પાણી લઈ જતા હોવાની માહિતી સામે આવી હતી જેથી કરીને જવાબદાર અધિકારી અને કર્મચારીઓ દ્વારા શા માટે ગેરકાયદેસર પાણી ખેંચવાની પ્રવૃત્તિને રોકવા માટે નક્કર કામગીરી કરવામાં આવતી નથી? તે સવાલ ઉઠી રહ્યા છે અને હાલમાં જે પાણીચોરીનો મુદ્દો સામે આવ્યો છે. તે મુદ્દે જવાબદાર અધિકારી શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું.

સામાન્ય રીતે ઉનાળાની શરૂઆત થાય ત્યારથી પાણી માટે દેકારો થતો હોય છે. જોકે હાલમાં મોરબીના વાંકાનેર તાલુકાનીમાં આવતા કલાવડી ગામ તરફ પીવાનું પાણી પૂરું પાડવા માટે પાણી પુરવઠા બોર્ડ દ્વારા જે પાણીની લાઈન પાથરવામાં આવેલ છે તેમાંથી ગેરકાયદેસર ચાર થી છ જેટલા મોટા કનેક્શન લેવામાં આવ્યા છે અને તેમાંથી એક કે બે નહીં પરંતુ આઠથી દસ જેટલી વાડીઓની અંદર સિંચાઇ માટે પાણી લઈ જવામાં આવી રહયુ છે. જેથી કરીને લોકોને પીવા માટે પૂરતા પ્રમાણમાં પાણી ન મળતું હોય આવી માહિતી હતી. દરમિયાન ગુજરાત વોટર ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ નામની એજન્સીને ચેકિંગ સહિતની કામગીરી સોપવામાં આવી છે તેઓએ ચેકિંગ કરતાં પાણીની લાઇનમાંથી ગેરકાયદેસર લેવામાં આવેલ છે.

આટલું જ નહીં પરંતુ જે ટીમ દ્વારા આ ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી તેના દ્વારા મોરબી જિલ્લા પાણી પુરવઠા બોર્ડના જવાબદાર કાર્યપાલક ઇજનેર વાંકાણી સાથે પણ ફોન ઉપર વાત કરવામાં આવી હતી અને તેમણે ફોન ઉપર જણાવ્યું હતું કે તેઓના ડેપ્યુટી ઈજનેર કે.ટી. બલદાણીયાને અગાઉ એક મહિના પહેલા ટેલિફોનથી પાણી ચોરી અંગેની જાણ કરવામાં આવી હતી અને ગેરકાયદેસર કનેક્શન મારફતે ખેતી માટે પાણી લઈ જવામાં આવી રહ્યું છે તેમ છતાં પણ કોઇ નક્કર કામગીરી કરવામાં આવી ન હતી અને હાલમાં ચેકિંગ દરમિયાન ચારથી છ જેટલા ગેરકાયદેસર કનેક્શન મળી આવ્યા હતા અને તેમાં ૮ થી ૧૦ જેટલી વાડીમાં સિંચાઇ માટે પાણી લઈ જતા હોવાની માહિતી સામે આવી છે ત્યારે ડેપ્યુટી ઈજનેર અને તેની ટીમની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે.

આ બાબતે જુની કલાવડીના કાનભાએ ફોન પર પાણી ચોરીની ફરીયાદ બલદાણીભાઈને લોકેશન સાથે આપેલ,આની સામે બલદાણીભાઈ એ ફરીયાદી ને ફોટો મોકલી કહેલ અહી કયાંય ચોરી થતી નથી. ત્યારબાદ થોડાદિવસ પછી ૧૫/૧/૨૦૨૨ જુની કલાવડીથી વિજયસિંહે બલદાણીભાઈને ફોનથી ફરીયાદ કરેલ ત્યારે તેમણે બે દિવસમાં હું જાતે જઈને જોઈશ તેવું કહેલ, ત્યારબાદ થોડાદિવસ પછી બદલાણીભાઈ કાનભાને ફોટા મોકલીને જણાવેલ કે અમે ગેરકાયદેસર જોડાણ કાપી નાખ્યું છે. હકિકતમાં ત્યારે જોડાણ કાપેલ જ નહીં, તા.૧૬/૨/૨૦૨૨ વિજયસિંહ ઝાલા બદલાણીભાઈને જણાવેલ હું રાજકોટ થી આવું છું, આપ કયાં છો ? તેમણે બે દિવસ રજા પર હોવાનું જણાવેલ અને બીજા કોઈ હાજર નથી તેમ જણાવીને તમારૂ સોમવાર તમારૂ કામ થઈ જશે તેવુ કહેલ, જ્યારે વાંકાણીભાઈને વિજયસિંહે ફોન થી ૧૨:૩૭ કલાકે બપોરે ફરીયાદ કરતા તેમણે જણાવેલ કે ગોપાણીભાઈ ને મોકલુ છું.પરંતુ એ ઓફિસમાં હાજર હોવા છતાં ૪:૩૦ સુઘી સ્થળ પર આવેલ નહી,વિજયસિંહે ફરીથી તમને ફોન કરેલ ત્યારબાદ તે અને પટેલભાઈ આવેલ. તેમની અને મોટી સંખ્યા ગ્રામજનોની હાજરીમાં વીડીયોગ્રાફી કરાવેલ છે.પાણી ચોરી કરનાર કબૂલે છે બે કે અઢી વરસ થી પાણી ચોરી કરે છે. આ પાણીચોરી કૌભાંડ કયાં અઘિકારી ની રહેમ હેઠળ ચાલતુ હતુ તેની વિજીલન્સ તપાસ માંગણી અને પાણીચોરી કરનાર તમામ સામે પોલિસ ફરીયાદ કરવામા આવે તેવી અમો ગ્રામજનોની માંગણી છે.

આ સમાચારને શેર કરો