Placeholder canvas

વાંકાનેર: નેશનલ હાઇવે પર સ્ક્રેપના ઢગલો, હાઇવે ઓથોરેટની આંખ કેમ નથી દેખતી !

વાંકાનેર: 27 નેશનલ હાઈવે પર રેલવે બ્રિજ પાસે પૂઠા કાગળનો સ્ક્રેપ લઈને જતો ટ્રક રેલવે બ્રિજમાંથી પસાર ન થઇ શકતા નેશનલ હાઈવે પર જ પૂઠાનો સ્ક્રેપ ઠલવીને જતો રહ્યો છે. જે હાલમાં પણ હાઈવે પર પડેલ છે.

આવુ 27 નેશનલ હાઈવે પર અવારનવાર બની રહ્યું છે, છતા નેશનલ હાઈવે ઓથોરીટીને આંખ ને કેમ દેખાતું નથી? આવા સ્ક્રેપ અને માટીના ઢગલાઓ અવારનવાર જોવા મળે છે અને જેમના કારણે કેટલાક અકસ્માતો પણ થયા છે. આમ છતાં નેશનલ હાઇવે ઓથોરિટી કેમ કોઈ પગલાં લેતું નથી ?

હાલમાં વાંકાનેર 27 નેશનલ હાઈવે રેલવે બ્રિજ પાસે સ્ક્રેપ પડેલ ઢગલો હટાવી અને આ રીતે હાઇવે ઉપર સ્ક્રેપ ઠલવનાર સામે કાયદેસરના પગલાં લેવા જોઈએ.

કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/La4en7grq3dF22mVuLveiN

ઉપરની લીંક આપના મિત્રોને કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે મોકલી શકો છો…

આ સમાચારને શેર કરો