Placeholder canvas

રાજકોટમાં શ્રી કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ – એનિમલ હેલ્પલાઇન દ્વારા પરમ જીવદયા રથની શરૂઆત…

 પરમ જીવદયા રથ એટલે અબોલ જીવોનું હરતું ફરતું અન્નક્ષેત્ર  

રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબની પ્રેરણાથી પરમ જીવદયા રથ (અબોલ જીવોનું હરતું ફરતું અન્નક્ષેત્ર)ની શરૂઆત કરવામાં આવી છે. અર્હમ યુવા સેવા ગ્રુપ અને શ્રી કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ – એનિમલ હેલ્પલાઇન રાજકોટ દ્વારા ચલાવવામાં આવતા પરમ જીવદયારથને વિમળાબેન દિલીપભાઇ મહેતા તથા દ્વારા ઉમાબેન મહેન્દ્રભાઇ મહેતાનાં (હ. હિતેનભાઈ મહેતા) સ્મરણાર્થે અનુદાન આપવમાં આવ્યું છે. 

રાજકોટમાં છેલ્લા 18 વર્ષોથી કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ, એનીમલ હેલ્પલાઈન કાર્યરત છે જે  નિ:શુલ્ક પશુ, પક્ષી સારવાર ક્ષેત્રે ભારતની સૌથી મોટી સંસ્થા છે. સંસ્થા ભારત સરકારનો સર્વશ્રેષ્ઠ એવોર્ડ વિજેતા છે.  એનીમલ હેલ્પલાઈન દ્વારા રસ્તે રઝળતા, નીરાધાર, બિમાર પશુઓ, રેલવે ટ્રેકમાં ઘવાયેલી ગાયો, રોડ અકસ્માતમાં ઘવાયેલા નાનામોટા પશુ-પંખીઓને વિનામૂલ્યે ઓપરેશન સહિતની સારવાર આપવામાં આવે છે. રાજકોટનાં વિવિધ ચબૂતરાઓમાં પરમ જીવદયા રથ (હરતું ફરતું અન્નક્ષેત્ર) દ્વારા જરૂરિયાત મુજબ દરરોજ 5 થી 15 ગુણી ચણ નાખવામાં આવે છે. ખિસકોલીઓને 30 કિલો મકાઈ નાંખવામાં આવે છે. દરરોજ કીડિયારું પૂરવામાં આવે છે .દરરોજ માછલીઓને 30 કિલો લોટ ની ગોળી નાખવામાં આવે છે. દરરોજ 700 જેટલા શ્વાનોને વિવિધ વિસ્તારોમાં, વિશેષ વાહનમાં જઇને દૂધ – રોટલીનો ભરપેટ શાકાહારી ભોજન પ્રસાદ આપવામાં આવે છે. દરરોજ ગૌ માતાઓને/ગૌ વંશને ઘાસ-ખોળ પીરસવામાં આવે છે.

દરરોજ  રૂ. ૧૫૦૦૦ નાં માતબર ખર્ચે ચાલતા અબોલ જીવોનાં આ અન્નક્ષેત્રમાં સૌનો નાનો-મોટો આર્થિક સહયોગ આવકાર્ય છે. વસ્તુ સ્વરૂપે પણ દાન આપી શકાશે. ઓનલાઇન અનુદાનની પણ વ્યવસ્થા છે,આપ જાણ કરશો તો આપને ત્યાંથી અનુદાન લેવા આવવાની પણ વ્યવસ્થા છે. રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબની પ્રેરણાથી અર્હમ યુવા સેવા ગ્રુપ અને કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત પરમ જીવદયા રથ અંગેની વિશેષ માહિતી માટે સેતુરભાઈ દેસાઈ (મો. ૯૮૯૮૨૩૦૯૭૫) , હિમાંશુભાઈ શાહ (મો. ૯૮૯૮૦૪૮૧૩૯), જયેશભાઇ મહેતા (મો. ૯૮૨૪૧૫૪૫૪૨), અર્હમ યુવા સેવા ગ્રુપ (મો.૯૧૩૬૪૪૨૪૯૧), મિતલ ખેતાણી (મો.૯૮૨૪૨૨૧૯૯૯) , પ્રતિકભાઈ સંઘાણી (મો. ૯૯૯૮૦૩૦૩૯૩) , ધીરુભાઈ કાનાબાર  (મો. ૯૮૨૫૦૭૭૩૦૬) , રમેશભાઈ ઠક્કર  (મો. ૯૯૦૯૯૭૧૧૧૬) એડવોકેટ કમલેશભાઈ શાહ, રજનીભાઈ પટેલ, વિષ્ણુભાઈ ભરાડ , ગૌરાંગભાઈ ઠક્કર, પારસભાઈ ભરતભાઇ મહેતાનો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

આ સમાચારને શેર કરો