જયંતિભાઈ પરસાણા પરીવાર તરફથી શ્રી ક્રાંતિ માનવ સેવા ટ્રસ્ટને ૩૫ લાખની ICU એમ્બ્યુલન્સ અર્પણ કરાઈ

અત્યાર સુધીમાં અનેકો દર્દીઓને સેવાનો લાભ મળ્યો. જીવતદાન મળ્યું.

સૌરાષ્ટ્રનાં જાણીતા લેન્ડ ડેવલોપર્સ અને સૌરાષ્ટ્રની અનેકવિધ સેવાકીય, સામાજીક, સાંસ્કૃતિક, શૈક્ષણીક, ધાર્મિક, જ્ઞાતિ સંસ્થાઓ સાથે તન, મન, ધનથી સંકળાયેલા જયંતિભાઈ કેશવભાઈ પરસાણા (નમન ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રાઈવેટ લીમીટેડ અને રીષી ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રાઈવેટ લીમીટેડનાં સંચાલક) તેમજ શ્રીમતી ભારતીબેન જયંતિભાઈ પરસાણાની પરસાણા પરીવારમાં આવતાં દરેક શુભપ્રસંગોની સેવામય ઉજવણી કરતાં જયંતિભાઈ કેશવભાઈ પરસાણા, શ્રીમતી ભારતીબેન જયંતીભાઈ પરસાણા તેમજ સપત્રો રીષી જયંતિભાઈ પરસાણા, નમન જયંતિભાઈ ૫૨સાણા,પરીવાર દ્વારા સૌરાષ્ટ્રના દર્દીનારાયણ, દરીદ્રનારાયણની સેવામાં ૩૫ લાખ રૂપીયાના માતબર ખર્ચે અત્યાધુનિક એમ્બ્યુલન્સ સેવાકીય સંસ્થા શ્રી ક્રાંતિ માનવ સેવા ટ્રસ્ટને અર્પણ કરાઈ છે.

રાજકોટ એ સૌરાષ્ટ્રનું મેડીકલ હબ હોઈ, આખાં સૌરાષ્ટ્રમાંથી હજારો દર્દીઓ સારવાર માટે રાજકોટ આવતા હોય છે. તે જ રીતે રાજકોટથી પણ અન્ય મેટ્રો શહેરોમાં દર્દીઓને વધુ સારવાર માટે મોકલવા પડતા હોય અત્યાધુનિક આઈ.સી.યુ. એમ્બ્યુલન્સની તાતી જરૂરીયાત રહેતી હોય છે. કોરોનાકાળમાં પણ સેંકડો દર્દીઓનાં જીવન આઈ.સી.યુ. એમ્બ્યુલન્સની અછતને લઈને જોખમાયાં હતા. પરગજુ પ્રવૃતિનાં પ્રાણ અને અતિ સેવાભાવી વ્યકિતત્વ ધરાવતા જયંતિભાઈ પરસાણાનાં ધ્યાનમાં આ વાત આવતાં તેમણે પોતાની લગ્નતિથીની ઉજવણી નિમીતે દોઢ વર્ષ પૂર્વે ભપકાદાર સમારંભ કે અન્ય કોઈ ફેનફતુર કરવાને બદલે આ શુભ પ્રસંગને નિમીત બનાવી સૌરાષ્ટ્રની જાણીતી સેવા સંસ્થા શ્રી ક્રાંતિ માનવ સેવા ટ્રસ્ટ (પ્રમુખ : સંજય હિરાણી, મો. ૯૮૨૫૦ ૭૭૪૫૪)ને ૩૫ લાખ રૂપીયાનાં ખર્ચે અત્યાધુનિક આઈ.સી.યુ. એમ્બ્યુલન્સ અર્પણ કરવાનો નિર્ણય લીધો હતો. આ એમ્બ્યુલન્સ સેવાનો લાભ લેવા જયંતિભાઈ પરસાણાની યાદીમાં જણાવાયું છે.

આ સમાચારને શેર કરો