Placeholder canvas

હડમતિયા: પંકજભાઈ રાણસરીયાએ પોતાના જન્મદિવસ નિમિત્તે દિકરીઓ માટે કરી મહત્વની જાહેરાત

આજના જન્મદિવસ નિમિત્તે ગામની સરકારી કન્યા-કુમાર પ્રાથમિક શાળાના બાળકોને ભરપેટ નાસ્તો કરાવી જન્મદિવસના વધામણા કર્યા હતા.

પંકજભાઈ રાણસરીયાએ હડમતિયા ગામના સર્વજ્ઞાતિજનો માટે પોતાના જન્મદિવસે નિમિત્તે ગ્રામપંચાયત ગ્રામસભાની જન મેદની વચ્ચે પોતાના સ્વખર્ચે દિકરીઓ માટે મસમોટી જાહેરાત કરતા જણાવ્યું હતું કે ગામની કોઈપણ જ્ઞાતિની દિકરી પરણશે તેનો કરિયાવર પોતે કરશે ગ્રામસભામાં જાહેરાત થતાં તાળીઓના ગડગડાટથી પંકજભાઈ રાણસરીયાને સૌ કોઈ જ્ઞાતિજનોએ વધાવી લીધા હતા. આ બાબતે પરિવારે લગ્ન પત્રિકા સાથે ગ્રામપંચાયત સરપંચને જાણ કરવાની રહેશે

ટંકારા તાલુકાના હડમતિયા ગામના વતની હાલ મોરબીના ઉધોગપતિ અને સામાજિક કાર્યકર પંકજભાઈ રાણસરીયાએ પોતાના આજના જન્મદિવસ નિમિત્તે ” દિકરી મારી લાડકવાયી” ના સુત્રને સાર્થક કરવા ઉધોગપતિ પંકજભાઈ રાણસરીયાએ ગામની સર્વ જ્ઞાતિજનોની દિકરી પરણશે તેનો કરિયાવર પોતે કરશે. પંકજભાઈ રાણસરીયા હર હંમેશ મોરબીમાં કોરોનાના કપરા સમયમાં પણ ગરીબોના મસીહા બની ટીફીનસેવા શરુ કરી હતી સાથે રાત દિવસ જોયા વિના કપરા સમયમાં દર્દીઓને હોસ્પિટલ કે સંસ્થાઓમાં બેડની સુવિધાઓની સાથે રેમ્ડેસિવર ઇન્જેક્શન, દવાઓની પણ સુવિધાઓ કરી આપેલ તેમજ માળિયા-મિયાણા, ટંકારા તાલુકાના અનેક ગામોના પ્રવાસ ખેડી જરુર જણાય ત્યાં હમદર્દ બની વ્હારે આવ્યા હતા. પોતાના માદરે વતન હડમતિયામા રેપીડ ટેસ્ટના કેમ્પ કરી જરુર જણાય ત્યાં પોતાની તિજોરી ખુલી મુકીને સર્વસ્વ લુટાવી દેવાની નેમ સાથે કાર્યરત હતા. પોતાના દાદીમા ના સ્મરણાર્થે હડમતિયા મુક્તિધામને “વૈકુંઠ રથ” અર્પણ કરી પોતાની જન્મભૂમિ કાજે વતનપ્રેમની સુહાસ પ્રસરાવી હતી

હાલ જ્યારે ગામમાં વિકાસકાર્યને લઈને ગામનું વર્ષો જુનું તળાવ ગંદકીથી ખદબદતુ હોય અને બાજુમાં જ સ્કુલો આવેલી હોવાથી ગ્રામપંચાયતના ઠરાવ અનુસાર બુરાણ કરી આશરે દશ વિઘા જમીન ખુલ્લી કરી ડેવલોપનુ કામ પુરજોશમાં ચાલી રહ્યું છે. ગામના મેઈન રસ્તાના દબાણ હોય ત્યાં પહોળા કરી રહ્યા છે. ત્યારે આજના પંકજભાઈના જન્મદિવસ નિમિત્તે સોનામાં સુગંધ ભળી હોય તેમ ગ્રામજનોનો ઉત્સાહ જોઈ પંકજભાઈ રાણસરીયાએ પોતાના સ્વખર્ચે ગામની તમામ સમાજની દિકરીઓના લગ્ન પ્રસંગે કરિયાવર આપવા નિર્ધાર કર્યો છે જ્યારે ગ્રામપંચાયતની ગ્રામસભામાં જનમેદની વચ્ચે આ જાહેરાત થતાં સૌ કોઈ દંગ રહી ગયા હતા સાથે તાળીઓના ગડગડાટથી સર્વ જ્ઞાતિજનોએ આ પ્રત્સાવ વધાવી લીધો હતો.

આમ સમાજ સેવાના ભેખધારી સામાજિક કાર્યકર અને માનવતાના મસિહાની વતન પ્રત્યેની માનવતા ગ્રામજનોને ઉડીને આંખે વળગી હતી

આ સમાચારને શેર કરો