વાંકાનેર તાલુકા પંચાયતના વર્ગ-૩ના કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરી, 2મિનિટનું મોન પાળ્યું…

વાંકાનેર તાલુકા પંચાયતના નવી પેન્શન યોજના હેઠળના વર્ગ-૩ ના કર્મચારીઓ દ્વારા કાળી પટ્ટી ધારણ કરી સવારે ૧૦:૧૫ કલાકે કચેરી ખાતે હાજર થઈ. કામગીરી શરુ કરર્તા પહેલા કચેરીના પરિસરમાં સામુહિક રીતે એકત્ર થઈ ર મિનીટનું મૌન રાખ્યા બાદ જૂની પેન્શન યોજના શરુ કરવા માટેના સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.

ગુજરાત સિવાયના અન્ય રાજ્યોની રાજ્ય સરકાર દ્વારા જૂની પેન્શન યોજના અમલી બનાવવામાં આવેલ છે તેવી જ રીતે ગુજરાત સરકાર દ્વારા પણ જૂની પેન્શન યોજના અમલમાં લાવવામાં આવે તેવી માંગણી કરવામાં આવેલ છે. જ્યાં સુધી આ માંગણી સરકારશ્રી દ્વારા સ્વીકારવામાં નહી આવે ત્યાં સુધી તબક્કાવાર અન્ય કાર્યક્રમો દ્વારા રજૂઆત અને વિરોધ કરવામાં આવશે.

ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચા, ગુજરાત રાજ્ય પંચાયત સેવા કર્મચારી મહા મંડળ તેમજ NOPRUF GUJARAT દ્વારા જૂની પેન્શન યોજના શરૂ કરવા માટે ક્રમશ: આંદોલન શરૂ કરવાની યોજના બનાવવામાં આવેલ છે જેના ભાગ રૂપે ૧લી એપ્રિલ ૨૦૨૨ ના રોજ ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચા સાથે જોડાયેલ તમામ મંડળો દ્વારા આ કાર્યક્રમ કરવામાં આવેલ છે.

આ સમાચારને શેર કરો