મોરબી: કોરોનાગ્રસ્ત વૃદ્ધનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું
મોરબી : મોરબી જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધતા પોઝિટિવ કેસોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. જેમાં મોટા ભાગના દર્દીઓ રિકવર થતા જાય છે. પરંતુ ગઈકાલે રાત્રે વધુ એક કોરોનાગ્રસ્ત દર્દીનું સારવાર દરમિયાન મોત થયું છે. અને મોરબી જિલ્લામાં કોરોનાનો મૃત્યુઆંક 11 થઇ ગયો છે.
મોરબી શહેરમાં ચિત્રકૂટ સોસાયટીની પાછળ વાડીમાં રહેતા 68 વર્ષના વૃદ્ધ હીરાભાઈ મોહનભાઇ ડાભીનું તા. 18ના રોજ રાત્રે સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું છે. તેમનો ગત તા. 10ના રોજ કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.