મોરબીમાં 4 વાંકાનેરમાં 1 કોરોનાના કેસ નોંધાયા, આજના કુલ કેસ 5
મોરબી જિલ્લા કોરોના કેસનો આંકડો થયો 170
મોરબી : મોરબીમાં આજે મોરબી શહેરના કન્યા છાત્રાલય પાછળ આવેલા વિઠ્ઠલનગરમાં રહેતા 37 વર્ષના યુવાન અને મોરબી શહેરના શનાળા રોડ પર સ્કાય મોલ પાછળ, હદાણી વાડીમાં રહેતા 62 વર્ષના વૃદ્ધ તેમજ મોરબી શહેરના રવાપર રોડ ઉપર સાઇટિફિકની વાડી નજીક રહેતા 61 વર્ષના વૃદ્ધનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ ઉપરાંત અન્ય 2 કેસમાં મોરબી અને વાંકાનેરમાં એક એક નવા કોરોનાના કેસ નોંધાયા છે. વાંકાનેરની પ્રતાપ રોડ, અચરત હાઇટસમાં રહેતા 68 વર્ષના વૃદ્ધનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. આ સાથે મોરબી જિલ્લામાં કોરોનાના કુલ કેસ 170 થયા છે.