ગુજરાતમાં 10,882 ગ્રામ પંચાયતની ચૂંટણીની કઈ તારીખે થશે ? જાણવા વાંચો
ગુજરાત ગ્રામ પંચાયત ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. જે અનુસાર 10,882 ગ્રામ પંચાયતોમાં ડિસેમ્બરમાં મતદાન યોજાશે.
ગુજરાત ગ્રામ પંચાયત ચૂંટણીની જાહેરાત રાજ્ય ચૂંટણી પચં દ્રારા કરવામાં આવી છે. ડિસેમ્બરમાં રાજ્યમાં 10,882 ગ્રામ પંચાયતોમાં ચૂંટણીઓ યોજાશે. અને આ ગ્રામ પંચાયતના મહાસંગ્રામનું મતદાન 19 ડિસેમ્બરે થશે.
રાજ્ય ચૂંટણી પંચ દ્વારા 10879 ગામોની ગ્રામ પંચાયતની ચૂંટણી માટેની તારીખો જાહેર કરવામાં આવી છે. આ જાહેરાત અનુસાર 6 ડિસેમ્બર ચૂંટણી ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ રહેશે. તો 19 ડિસેમ્બર ના રોજ મતદાન થશે. આ મતદાનની મતગણતરી 21 ડિસેમ્બરના રોજ કરવામાં આવશે. ચૂંટણીની સમગ્ર મતદાનની વ્યવસ્થા માટે 17 પ્રાંત અધિકારીઓને જવાબદાર સોંપવાની માહિતી પણ સામે આવી છે.
આ વખતે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં EVMનો ઉપયોગ નહીં થાય. ગ્રામ પંચાયતની ચૂંટણી બેલેટ પેપરથી યોજાશે. સાથે જ કોરોના ગાઇડલાઇન પ્રમાણે ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે. મળેલી માહિતી પ્રમાણે સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી મતદાન યોજાશે. રાજ્ય સરકાર દ્વારા 153 ગ્રામ પંચાયતોના વિભાજનને મંજૂરી આપવામાં આવી છે. તો આ વખતે રાજ્યમાં નવી 191 ગામોમાં પંચાયત સ્થાપવા મંજૂરી અપાઇ છે.