Placeholder canvas

જામનગર મરીન પોલીસ ચોકી પાછળથી જ ડ્રગ્સનો જથ્થો ઝડપાતા હડકંપ

ATS અને ગુજરાત પોલીસનુ સંયુક્ત ઓપરેશનમાં વધુ એકવાર કરોડોની કિમતનો ડ્રગ્સનો જથ્થો જામનગર દરિયાઇ પટ્ટી પરથી ઝડપી પાડ્યો છે. કરોડોનું ડ્રગ્સ મરીન પોલીસ ચોકી પાછળ છુપાવાયું હતુ.

ગુજરાત પોતાના 1600 કિલોમીટરના દરિયા કિનારાના કારણે પ્રખ્યાત છે.પરંતુ આ દરિયા કિનારો હવે ડ્રગ્સના કારણે કુખ્યાત થતો જાય છે. ATS અને ગુજરાત પોલીસનુ સંયુક્ત ઓપરેશનમાં વધુ એકવાર કરોડોની કિમતનો ડ્રગ્સનો જથ્થો જામનગર દરિયાઇ પટ્ટી પરથી ઝડપી પાડ્યો છે. દરિયાઈ પટ્ટી પર મરીન પોલીસ ચોકી પાછળ છુપાવવામાં આવેલો ડ્રગ્સનો આ જથ્થો ઝડપી લેવામાં સફળતા હાંસલ થઈ છે. મોરબીના આરોપીએ જ  ડ્રગ્સનો આ જથ્થો છુપાવ્યો હતો. આ પહેલા ગત સપ્તાહે જ દ્વારકાના નવાદ્રાથી 24 કિલો હેરોઈનનો જથ્થો ઝડપી પાડયો હતો.

મીરબી ડ્રગ્સ કાંડના આરોપીઓના ખુલાસાને આધારે કરોડોની કિંમતનું ડ્રગ્સ ઝડપાયું છે. જામનગરની દરિયાઈ પટ્ટીમાં છુપાયેલા ડ્રગ્સનો જથ્થો મરીન પોલીસે જપ્ત કર્યો છે. મરીન પોલીસ ચોકીની પાછળથી જ ડ્રગ્સનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આરોપીઓની પૂછપરછમાં ખુલાસો થયો કે સલાયામાંથી ઝડપાયેલા ડ્રગ્સનો બીજો જથ્થો છૂપાવ્યો હતો. જેને લઇ તપાસ કરતા કરોડોની કિંમતનું ડ્રગ્સ મળી આવ્યું છે.

આ સમાચારને શેર કરો