Placeholder canvas

હજુ આગામી 5 દિવસ બેવડી ઋતુનો અનુભવ થશે…

આગામી 5 દિવસ બેવડી ઋતુનો અનુભવ થશે. અમદાવાદ સહિત અનેક જિલ્લાઓ બે ઋતુઓની મૌસમ ચાલી રહી છે, જેમાં દિવસે સખત ગરમી અને સાંજ પડતા ઠંડક અનુભવાય છે. જેના લીધે અનેક લોકોને શરદી, ખાંસી જેવા ઇન્ફેકશન થઈ રહ્યા છે. ત્યારે હજુ પાંચ દિવસ સુધી આ પ્રકારનું હવામાન રહેવાની સંભાવના છે, તેમ મૌસમ વિભાગના ડાયરેકટર મનોરમા મોહંતીએ જણાવ્યું હતું.

હાલની ઋતુ પ્રમાણે અત્યારે પૂર્વ ઉત્તર-પૂર્વના પવન ફૂંકાઈ રહ્યા છે, જેને કારણે બે ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. ઉપરાંત આગામી પાંચ દિવસ સુધી અમદાવાદ-ગાંધીનગરની આસપાસના જિલ્લાઓમાં હવામાન સુકું રહેશે તેવી આગાહી કરવામાં આવી છે. આ સિવાય વરસાદની કોઈ સંભાવના નથી.

આ સમાચારને શેર કરો