Placeholder canvas

આજથી નંબર પ્લેટ આવ્યા બાદ જ મળશે વાહન

આજથી નંબર પ્લેટ આવ્યા બાદ જ મળશે ખરીદેલુ વાહન તમને મળી શકશે. નવા વાહનોમાં TC નંબર સિસ્ટમ દૂર કરવામાં આવી છે. Rto પાસેથી કામ લઈને ડીલરોને સોંપાતા નિયમમાં ફેરફાર કરવામાં આવ્યા છે. પહેલા વાહન ખરીદી ટીસી નંબર આપી વાહન આપી દેવાતા હતા. હવે વાહન રજિસ્ટ્રેશન થયા બાદ અને તમામ ટેક્સ ભર્યા બાદ સીધો નવો નંબર આપીને જ નંબર સાથે વાહન આપવામાં આવશે.હવેથી નવા નંબર કાઢવાની અને નંબર પ્લેટ લગાવવાની કામગીરી પણ ડિલરે જ કરવાની રહેશે.

આવતીકાલથી આ નવી પદ્ધતિ લાગુ થશે. 13 સપ્ટેમ્બર સુધીના તમામ ડેટા ડિલરોએ RTOને આપવા સૂચન કરવામાં આવ્યુ છે.આજથી નવી પદ્ધતિ પ્રમાણે ડિલરો જ કામ કરી નંબર પ્લેટ સાથે નવા વાહન લોકોને આપી શકશે. તમામ વાહનોના રજિસ્ટ્રેશનથી લઈને નંબરની ફાળવણી સુધીની પ્રક્રિયા શો-રૂમમાંથી કરવામાં આવશે, જેથી ફી અને ટેક્સ ભર્યા બાદ તરત જ વાહનમાં નંબર પ્લેટ પણ લાગી જશે.

આ સમાચારને શેર કરો