Placeholder canvas

આગામી 16-17 સપ્ટેમ્બરે ભારે વરસાદની આગાહી…


ગુજરાત પર લો પ્રેશરની સિસ્ટમ બનતી હોવાથી હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સામાન્યથી મધ્યમ અને ભારે વરસાદની આગાહી કરી છે. 3 દિવસ બાદ એટલે કે 16 અને 17 સપ્ટેમ્બર એમ બે દિવસ ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા અને નગર-હેવલીમાં ભારે વરસાદની સંભાવના છે,

જ્યારે સૌરાષ્ટ્ર અને અમદાવાદમાં સામાન્ય વરસાદ વરસી શકે છે.હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું હતું કે આગામી પાંચ દિવસ ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદની સંભાવના છે. કાલથી બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, સુરત, ડાંગ-નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા અને નગર-હેવલીમાં વરસાદની આગાહી છે.

આ સમાચારને શેર કરો