Placeholder canvas

NTSE શિષ્યવૃત્તિની પરીક્ષાના ફોર્મ 25 ઓક્ટોમ્બર સુધી ભરી શકાશે…

ગુજરાતમાં સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલો/કોલેજોનો રાફડો ફાટયો છે અને શિક્ષણ ખૂબ મોંઘું થઈ ગયું છે આવી ચર્ચાઓ આપણે ગામના ઓટલા ઉપર સાંભળીએ છીએ અને એ વાસ્તવિકતાની નજીક પણ છે. આમ છતાં ખરેખર જેમને ભણવું જ છે એમના માટે ઘણા બધા રસ્તાઓ છે જ, જો વિદ્યાર્થી થોડી મહેનત કરે તો તેમને શૈક્ષણિક ખર્ચ સ્કોલરશીપમાંથી નીકળી શકે છે. તેમના માટે બસ માત્ર તેમને પરીક્ષાની તૈયારી માટે ખુબ દિલ લગાવીને મહેનત કરવી રહી…

જો આપનું અથવા તમારા સબંધીનું બાળક ધો. ૧૦માં અભ્યાસ કરતું હોય તો તેમને એ વાતની જાણ કરજો કે શાળાએ જઈ NTSE શિષ્યવૃત્તિની પરીક્ષાનું ફોર્મ ભરી આપે અને ફોર્મ ભર્યા પછી એમની તૈયારી માં લાગી જાય

જો વિદ્યાર્થી આ પરીક્ષામાં પાસ થશે તો કોલેજ સુધી એટલે કે ધોરણ ૧૧-૧૨ માં વર્ષે ૧૫,૦૦૦ રૂ. એમ કુલ બે વર્ષના ૩૦,૦૦૦ અને પછી કોલેજમાં દર વર્ષે ૨૪,૦૦૦ એમ કુલ ત્રણ વર્ષના ૭૨,૦૦૦ રૂ. સ્કોલરશીપ મળશે. આ ફોર્મ ભરવાની છેલ્લી તા.૨૫/૧૦/૨૦૨૧ છે. ફોર્મ આ વેબસાઇટ www.sebexam.org પરથી ભરી શકાશે…

આ સ્કોલરશીપ વિશે વધુ માહિતી તેમજ ફોર્મ ભરવામાં જો કોઈ ઈશ્યુ થાય તો NTSC ના ટ્યુશન આપવતા અને NTSCના ખૂબ માહિતગાર એવા ઇલ્મુદીન કડીવારનો મો. 97149 37457 પર સંપર્ક કરવો.

આ સમાચારને શેર કરો