Placeholder canvas

વાંકાનેર તાલુકાના રંગપરમાં જુગાર રમતા ચાર ઝડપાયા

વાંકાનેર તાલુકાના રંગપર ગામે જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સોને તાલુકા પોલીસે રૂ.27,500ની રોકડ સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી કરી હતી.

વાંકાનેર તાલુકા પોલીસ ટીમે બાતમીને આધારે રંગપર ગામે દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા દીલીપભાઇ મોટભાઇ ખાચર (રહે. રંગપર), ભરતભાઇ ખીમજીભાઇ વાઢેર (રહે. મોટી મોલડી, તા. ચોટીલા, જી-સુરેન્દ્રનગર), રવુભાઇ ઉર્ફે મુન્નાભાઇ જીલુભાઇ કાલીયા (રહે.રંગપર) અને કનુભાઇ નકુભાઇ ખાચર (રહે. રંગપર) ને રોકડ રૂપીયા 27,500 સાથે ઝડપી લઈ જુગાર ધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી હતી.

આ સમાચારને શેર કરો