Placeholder canvas

વાંકાનેર: હીરાભાઈ મઠીયાને PSI તરીકે શહેર પોલીસ થાણામાં મળ્યું પહેલું પોસ્ટીંગ…

વાંકાનેર શહેર પોલીસમાં ડિ સ્ટાફમાં પર બજાવતા હીરાભાઈ મઠીયા એ.એસ આઈ ની નોકરી દરમિયાન તેઓ પીએસઆઇ ની તૈયારી કરી રહ્યા હતા અને તાજેતરમાં જ લેવાયેલી પરીક્ષા તેઓએ પાસ કરેલ હતી તેઓને આજે પહેલું પોસ્ટિંગ વાંકાનેર શહેર પોલીસ થાણામાં જ આપવામાં આવ્યું છે.

એ સાથે વાંકાનેર શહેર પોલીસ સ્ટેશનમાં ઘણા સમયથી ખાલી પડેલી પીએસઆઇ જગ્યા ભરાય છે અને વાંકાનેર શહેરને ઘણા સમય પછી પીઆઇ નીચે એક પીએસઆઇ મળ્યા છે. હજુ એક પીએસઆઇ ની પોસ્ટ ખાલી છે. હીરાભાઈ મઠીયા વાંકાનેર શહેર થી ખૂબ વાંકીફ છે, ત્યારે વાંકાનેર શહેરમાં કાયદો વ્યવસ્થા બની રહે તેમજ તેઓ પીએસઆઇના પ્રથમ પોસ્ટિંગમા એવી કામગીરી કરે કે લોકો તેમને કાયમી યાદ કરે… તે માટે શુભેચ્છા…

આ સમાચારને શેર કરો