Placeholder canvas

હવે સૌરાષ્ટ્રના વિધાર્થીઓનું I.S.R.O તથા NASA સુધી પહોંચવાનું સપનું થશે સાકાર…

વાંકાનેર: હવે દરેક છોકરાનું I.S.R.O તથા નાસા ( U.S.A) સુધી પહોંચવાનું સપનું થશે સાકાર, ભારત સરકારના વિજ્ઞાન પ્રસાર નેટવર્કના માધ્યમથી આજરોજ સૌરાષ્ટ્રના બે કલબને દિલ્લી થી મંજૂરી મળી છે જેમાં (1) એ .પી .જે અબ્દુલ કલામ સાયન્સ સેન્ટર અને (2)ડોક્ટર વિક્રમ સારાભાઈ સાઇન્સ સેન્ટર જે બંને ક્લબના ચેરમેન મેહુલ પરીમલ શાહના માધ્યમથી સૌરાષ્ટ્રના દરેક વિદ્યાર્થીઓને સાયન્સની સંપૂર્ણ માહિતી દરેકે દરેક પ્રોજેક્ટનું પ્રેક્ટીકલ નોલેજ તથા વિદ્યાર્થીઓને ભારત સરકાર દ્વારા જે કંઈ પણ સાયન્સના પ્રોગ્રામ થાય છે, એ દરેક પ્રોગ્રામમાં ખૂબ જ સુંદરતાથી અને સરળ રીતે ભાગ લઈ શકે તેવું સચોટ માર્ગદર્શન અને વિદ્યાર્થીઓને I.S.R.O તથા નાસા ( U.S.A ) સુધી પહોંચાડવાની જવાબદારી ભારત સરકારના વિજ્ઞાન પ્રસાર તરફથી મળી છે.

જે બદલ ભારત સરકાર તથા વિજ્ઞાન પ્રસારનો પણ આભાર માનવો રહ્યો કે જેમણે આ જવાબદારી વાંકાનેર જેવા નાનકડા ગામમાં આપી છે. મેહુલ શાહએ વાંકાનેરનું ગૌરવ વધારવાની સાથો સાથ વાંકાનેર સહિત સમગ્ર સૌરાષ્ટ્રના વિધાર્થીઓને ઘણો લાભ મળશે. મેહુલ શાહને અભિનંદન…

બજારભાવ, બ્રેકિંગ ન્યુઝ, મોર્નિંગ ન્યુઝ તુરત જ જાણવા માટે કપ્તાનું ફેસબુક પેજ લાઈક અને ફોલો કરો…
નીચેની લીંક પર ક્લિક કરો અને કપ્તાનના ફેસબુક પેજમાં જઈને લાઈક અને ફોલોનું બટન દબાવો.
https://www.facebook.com/kaptaannews
આ સમાચારને શેર કરો