Placeholder canvas

ગુજરાતમાં AAPએ ધારાસભાની ચૂંટણીના 10 ઉમેદવાર જાહેર કર્યા

ચૂંટણી પહેલાં જ તમામ ઉમેદવારો જાહેર કરશે, ઇટાલિયા-ઇસુદાન પણ ચૂંટણી લડશે.

ગુજરાત વિધાનસભા ચૂંટણી આડે હવે થોડા મહિના બાકી છે, ત્યારે ભાજપ અને કોંગ્રેસ કરતા પહેલા આમ આદમી પાર્ટી દ્વારા આજે 10 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર, ચૂંટણીના ત્રણ મહિના પહેલાં ઉમેદવારો જાહેર થયા છે. અરવિંદ કેજરીવાલ અને દિલ્હીના નેતાઓના માર્ગદર્શનથી યાદી બનાવીને આજે 10 ઉમેદવારની પહેલી યાદી જાહેર થઈ છે.

ચૂંટણી પહેલાં જ તમામ ઉમેદવારો જાહેર થઈ જશે
ઇટાલિયાએ વધુમાં કહ્યું કે, તમામને પૂરતો સમય મળે તેમજ મજબૂત રીતે કામ કરી શકે. તમામ એક એક નાગરિક સુધી પહોંચી શકે તેના માટે આ વહેલાસર લિસ્ટ જાહેર કરાયું છે. ચૂંટણીનું જાહેરનામું બહાર પડે તે પહેલાં જ તમામ ઉમેદવારો જાહેર થઈ જશે.

ઇટાલિયા-ઇસુદાન પણ ચૂંટણી લડશે
ગોપાલ ઇટાલિયા અને ઇસુદાન ગઢવી પણ ચૂંટણી લડશે. ચૂંટણી જાહેર થશે પછી મુખ્યમંત્રીનો ચહેરો જાહેર થશે.

આપના 10 ઉમેદવારોની યાદી

ઉમેદવારનું નામવિસ્તાર
1.ભેમાભાઈ ચૌધરીદિયોદર
2.વશરામ સાગઠિયારાજકોટ ગ્રામ્ય
3.સાગર રબારીબેચરાજી
4.અર્જુન રાઠવાછોટાઉદેપુર
5.રામ ધડુકકામરેજ( સુરત)
6.શિવલાલ બારસિયારાજકોટ દક્ષિણ
7.સુધીર વાઘાણીગારીયાધાર
8.રાજેન્દ્ર સોલંકીબારડોલી
9.ઓમપ્રકાશ તિવારીનરોડા
10.જગમાલ વાળાસોમનાથ

કેજરીવાલે ગુજરાતની જનતાને 5 ગેરંટી આપી

  1. પાંચ વર્ષમાં દરેક બેરોજગારોને રોજગારી.
  2. રોજગાર ન મળે ત્યાં સુધી દરેક બેરોજગારોને દર મહિને રૂ. ત્રણ હજાર
  3. 10 લાખ સરકારી નોકરી આપીશું.
  4. ગુજરાતમાં દરેક પેપર ફૂટે છે, આવાં કૃત્યો બંધ કરાવવા કાયદો લાવીશું
  5. સહકારી ક્ષેત્રે નોકરીની સિસ્ટમ પારદર્શક કરીશું, જેથી સામાન્ય માણસોને નોકરી મળશે.
સૌથી પહેલા સમાચાર વાંચવા અને જાણવા માટે કપ્તાન ન્યુઝની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો. કપ્તાન ન્યૂઝની મોબાઇલ એપ play store માંથી ફ્રી માં ડાઉનલોડ કરી શકશો…

કપ્તાન ન્યૂઝની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરવા માટે નીચેની લીંક પર ક્લિક કરો… https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

આ સમાચારને શેર કરો