skip to content

લે બોલો ! ટંકારા તાલુકાના ભુતકોટડા ગામે સરપંચ માટે ઉમેદવાર ન મળ્યો?

By જયેશ ભટાસણા -ટંકારા
એક ગામમાં સમરસ માટેની મિટીંગમાં સર્વાનુમતે સરપંચ સભ્યો નક્કી કરી જાહેર કરે એ પહેલાં એક જુથે રાતોરાત પેનલ ઉતારી દેતા દેકારો બોલી ગયો.

ટંકારા તાલુકાના 42 ગામડામાં પંચાયત ચૂંટણીમાં 10 સંપુર્ણ અને 10 અંશત: સમરસ જાહેર હવે 22 ગામડામાં ચુંટણી જંગ જામશે

ગામ પંચાયતની ચૂંટણીમાં ટંકારા તાલુકાના 42 ગામ પંચાયત માથી સરપંચ માટે 98 ઉમેદવારો નોંધાયા હતા જેમાં ચકાસણી વખતે 1 ફોમ રદ થયુ હતું અને 31 ઉમેદવારે ગઈ કાલે સરપંચ બનવાનું માડી વાળી ફોમ પરત ખેંચી લિધુ હતુ. તો 20 ગામોના સરપંચ અને સભ્યો સામે એક પણ ફોમ નહી આવતા એ ગામડા સમરસ જાહેર થયા હતા.

હવે બાકી રહેલા 22 ગામ પંચાયતના સરપંચ માટે 46 મુરતિયા મેદાનમાં છે અને સભ્યો માટે 248 હરીફો ચુંટણી લડી રહ્યાં છે. આજે નિશાનોની ફારવણી થશે અને મતદારોને રીઝવવા પ્રચાર બનશે વેગ વંતો.

આ સમાચારને શેર કરો