Placeholder canvas

રાજ્યમાં આજથી નવાં નિયંત્રણો: સાંજે નિર્ણય લેવાશે

ધોરણ ૧૦–૧૨ સિવાયનું શિક્ષણ ઓનલાઈન કરાશે: રાત્રિ કરફયુનો સમય વધારાશે: હોટસ્પોટવાળા ધંધા ઉપર આકરા નિયંત્રણો

ગુજરાત સહિત દેશભરમાં કોરોના કેસની સંખ્યામાં ચિંતાજનક હદે ઝડપભેર વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં સરકારે વાઇબ્રન્ટ સમિટ, પતગં મહોત્સવ, લાવર શો, ગ્લોબલ બિઝનેસ ટ્રેડ શો સહિતના પોતાના આયોજનો પડતા મૂકયા છે અને હવે કોરોનાને કંટ્રોલ લેવા માટે આકરાં નિયંત્રણો લાદવામાં આવી રહ્યા છે. આ સંદર્ભે દિલ્હીથી આરોગ્ય મંત્રાલય દ્રારા એક વિડીયો કોન્ફરન્સ આયોજન કરવામાં આવ્યું છે અને આ મીટીંગ પૂરી થયા બાદ સંભવત: મોડી સાંજ સુધીમાં નિયંત્રણોની જાહેરાત થાય તેવી ભારોભાર શકયતા હોવાનું ટોચના આધારભૂત સુત્રો જણાવી રહ્યા છે.

ગુજરાત સરકારે આરોગ્ય સેવા સાથે સંકળાયેલા તમામ અધિકારીઓ અને કર્મચારીઓની તથા ડોકટરોની રજા રદ કરી છે અને યાં સુધી નવો હત્પકમ ન થાય ત્યાં સુધી રજા મળશે નહીં.આ ઉપરાંત દરેક જિલ્લા દીઠ સિનિયર આઈએએસ અધિકારીઓને પ્રભારી તરીકે નિયુકત કરવામાં આવ્યા છે.

ટોળાશાહી અને માસ્કના મામલે છેલ્લા થોડા સમયથી હળવું વલણ રહ્યા બાદ હવે કોરોનાને કાબુમાં લેવા માટે આ બંને નિયમોનું ચુસ્ત પાલન થાય એ જોવામાં આવશે. લગ્ન સમારોહ, અંતિમ ક્રિયા જેવી બાબતોમાં વધુ આકરા નિયમો આજ સાંજ સુધીમાં જાહેર થાય તેવી શકયતા છે. કોચિંગ કલાસ અને જીમ ફરી બધં થાય તેવી શકયતા છે. ચા–પાનના લારી ગલ્લાવાળાઓ ટોળા એકત્ર ન કરે અને જૂની ‘ટેક અવે’ સિસ્ટમથી ધંધો કરે તેવુ પણ નવા જાહેરનામામાં જણાવવામાં આવશે.

કેન્દ્રના આદેશથી ગુજરાતમાં કોરોના પ્રોટોકોલના કડક નિયંત્રણો તોળાઇ રહ્યાં છે. સરકારી મેળાવડા બધં કર્યા પછી સરકાર સામાન્ય જનતાના આરોગ્યની ચિંતા કરીને એસઓપીમાં કેટલાક નિયંત્રણો મૂકી શકે છે. સરકાર કરયુના સમયમાં ફેરફાર સાથે સ્કૂલોને બધં કરવા અંગેનો કોઇ નિર્ણય લઇ શકે છે.

કેન્દ્રએ કહ્યું કે આ કંટ્રોલ રૂમમાં કોરોના ટેસ્ટિંગ, એમ્બ્યુલન્સની ઉપલબ્ધતાનો વાસ્તવિક ડેટા ઉપલબ્ધ હોવો જોઈએ. એમ્બ્યુલન્સ અને હોસ્પિટલ બુકિંગની સમગ્ર પ્રક્રિયા લોકોને સમજાવવી જોઈએ. આ સિવાય કંટ્રોલ રમમે આખા વિસ્તારમાં ખાલી પથારીઓ વિશે અપડેટ રાખવું જોઈએ. કંટ્રોલ રૂમ તે કોરોના પીડિતોના સંપર્કમાં રહે, જેઓ હોમ આઇસોલેશનમાં છે.

સચિવાલય અને અન્ય સરકારી કચેરીઓમાં કોરોના સંક્રમણના વધતા જતા કેસોને ધ્યાને રાખીને ગુજરાતમાં સરકારી ઓફિસોમાં કર્મચારીઓના સ્ટાફને મર્યાદિત રાખવામાં આવશે તેવું લાગી રહ્યું છે. રાજયની સ્કૂલોમાં બાળકો સંક્રમિત થઇ રહ્યાં હોવાથી મુખ્યમંત્રી વાયબ્રન્ટ સમિટ મોકુફ રાખી છે તેવી રીતે સ્કૂલોને ઓનલાઇન માટેનો આદેશ આપી શકે તેવી સંભાવના છે. આજે મળનારી કોર ગ્રુપની બેઠકમાં મહત્વના નિર્ણયો લેવાય તેવી સંભાવના છે.

આ સમાચારને શેર કરો