Placeholder canvas

આર્ય સમાજ ત્રણ હાટડી ટંકારા ખાતે નારી વંદના કાર્યક્રમ યોજાયો

જીલ્લા તંત્રના અધિકારીઓ અને મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહ્યા.

જિલ્લા વહીવટી તંત્ર તથા મહિલા અને બાળ અધિકારીની કચેરી-મોરબી દ્વારા આર્ય સમાજ ત્રણ હાટડી ટંકારા ખાતે “નારી વંદન ઉત્સવ” અંતર્ગત “મહિલા સુરક્ષા દિવસ”ને અનુલક્ષીને “ઘરેલું હિંસા અધિનિયમ-૨૦૦૫ અન્વયે જિલ્લા કક્ષાના નારી જાગૃતિ સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં મહિલાઓને ઘરેલું હિંસા અધિનિયમ-૨૦૦૫ અન્વયેના કાયદા તથા પ્રોટેક્શન ઓફિસરની ભૂમિકા વિષે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. પોલીસ ઈન્સ્પેક્ટર વસાવા દ્વારા મહિલા સામે થતા અત્યાચાર અન્વયે રક્ષણ માટે પોલીસની ભૂમિકા વિષે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

જીલ્લા રોજગાર અધિકારી એમ એન સાવનિયા, જીલ્લા ઉધોગ કેન્દ્રના વિશાલ દેત્રોજા, મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી ધનજીભાઈ ડાભી, આર્યુવૈદીક ડોક્ટર એમ ડી જાડેજા, ડિસ્ટ્રીક્ટ મિશન કો.ઓડિનેટર મયુર સૌલંકી, ગેલાભાઈ ખાંભલા સહિતના અન્ય કર્મચારીઓ અને મોટી સંખ્યામાં આર્ય વિરાંગના અને મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન રશ્મિ પટેલે કર્યુ હતું.

આ સમાચારને શેર કરો