Placeholder canvas

વાંકાનેર તાલુકાના પીપળીયા-રાજ ગામની સીમા રાત્રે થયું મર્ડર.

વાંકાનેર તાલુકાના પીપળીયા રાજ ગામની સીમમાં ગોત રાત્રે એક યુવકનું મર્ડર થયું છે.

આ બનાવની મળેલી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના પીપળીયા રાજ ગામ ની સીમમાં કડીવાર અબ્દુલરહીમ અલાઉદીનભાઈની ભામણિયા નામની વાડીએ રહીને ભાગમાં ખેતી કરતા પરપ્રાંતીય મજૂરનું મર્ડર થયું છે. આ મૃતક 21 વર્ષીય યુવાનનું નામ રવીત ડુંગરસિંહ બામનીય છે. તે હજુ પાંચ દિવસ પહેલા જ અહીંયા મજૂરી કામ માટે આવેલ એ પૂર્વે તેમના ભાઈ ભાભી અને બહેન લગભગ 8 દિવસ પૂર્વે અહીંયા આવ્યા હતા. ગત રાત્રે રવીત અને તેમની પત્ની વાડીએ આવેલી ઓરડીમાં સુતા હતા. જ્યારે તેમના ભાઈ ભાભી અને બહેન બહાર સૂતા હતા. રોહિતના લગ્ન ગત શાલ થયા હતા.

રાત્રે અઢી ત્રણ વાગ્યે વાડીના માલિક અબ્દુલ રહીમભાઈ કરીવાર ના પુત્ર મકબુલ પર ફોન આવ્યો હતો અને તેઓએ એવું જણાવ્યું હતું કે વાડીએ કોઈ આવીને રવીતને મારી કરી ગયા છે. આ સમાચાર મળતા જ મકબુલ અને તેમના ભાઈ રાત્રે વાડીએ દોડી ગયા હતા અને 108 ને ફોન કર્યો હતો.પરંતુ 108 આવતા અને તપાસતા રવીત મૃત પામ્યો હોવાથી તે પાછી જતી રહી હતી. ત્યારબાદ મકબૂલ અને તેમની સાથે આવેલા લોકોએ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનને જાણ કરી હતી. પોલીસ ઘટના સ્થળે આવીને ડેડ બોડીને પીએમ માટે વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે મોકલીને વધુ તપાસ હાથ ધરી છે..

રવીતની પત્નીનું કહેવું છે કે બહારથી કોઈ આવીને હુમલો કરીને ખુન કરી ગયા, રવીત ઉપર દાતરડાથી હુમલો થયો હોય અને તેમને દાતરડાથી મોતને ઘાટ ઉતારીયો હોય એવું પ્રાથમિક દ્રષ્ટીએ નજરે ચડે છે. ત્યારે સવાલ એ થાય છે કે અહીં બહારના લોકો આવ્યા તો બાર સુતેલા તેમના ભાઈ ભાભી અને બહેનને ખબર ન પડી !! હાલમાં પોલીસ ગુન્હો નોંધીને વધુ તપાસ કરી રહી છે.

આ ન્યૂઝને વધુ માહિતી મળતા અપડેટ કરતા રહેશું…

કપ્તાનના સમાચાર વાંચવા માટે વોટ્સએપ ગ્રુપમાં જોડાવો

કપ્તાન વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે નીચેની લીંક પર ક્લિક કરો…

https://chat.whatsapp.com/Fv4Uzk8H2Ig5rq8DWhAXvq

આ સમાચારને શેર કરો