Placeholder canvas

વાંકાનેર: કેરાળા ગામે ઘરકામ બાબતની માથાકૂટમાં પરિણીતાને સાસરીયાઓએ મારમાર્યો

વાંકાનેરના કેરાળા ગામે ઘરકામ બાબતે માથાકૂટ થતાં પરિણીતાને ‘આના ટાટીયા ભાગી નાખો’ કહી સાસરિયાએ ઢોર માર માર્યાની ઘટના સામે આવી છે. આ મામલે પરિણીતાએ વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

વાંકાનેરના કેરાળા ગામે રહેતા નિયામતબેન નજરૂદીનભાઇ બાદીએ આરોપી ફાતુબેન અબ્દુલભાઇ બાદી, અખતરભાઇ અબ્દુલભાઇ બાદી, નજરૂદીન અબ્દુલભાઇ અને હુશેનભાઇ હાજીભાઇ બાદી વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તા.૦૪ના રોજ બપોરના ત્રણ વાગ્યાના સમયે તેઓ કેરાળા ગામે આવેલા તેમના ઘરે હતા. ત્યારે સાસુ ફાતુબેન અબ્દુલભાઇ બાદીએ કહ્યું હતું કે, ‘તુ ઘરનુ કામ નથી કરતી અને બેસી જ રહે છે’ તેમ કહી મેણા ટોણા મારતા નિયામતબેને કહેલ કે હુ ઘર નુ કામ કરૂ છુ તો પણ તમે મને મેણા ટોણા કેમ મારો છો? તેમ કહેતા સાસુ એકદમ ઉશ્કેરાઇ જઇ નિયામતબેન સાથે ઝપાઝપી કરવા લાગેલ અને નિયામતબેનને ગાલ ઉપર ફડાકો મારેલ તેમજ વાસામા ઢીકા પાટુનો માર્યો હતો.

આ ઝઘડો ચાલુ હતો ત્યારે દીયર અખતરભાઇ અબ્દુલભાઇ બાદી પણ રૂમમાથી બહાર આવી તેને પણ નિયામતબેનને ગાળો આપી હતી અને ફળીયામા પડેલ લાકડાના ધોકા વતી નિયામતબેનના વાસામા એક ઘા માર્યો હતો અને ગળુ દબાવ્યૂ હતું. નિયામતબેનના પતિ નજરૂદીન વાડીએ હોય જેથી નિયામતબેનના દીયર અખતરે ફોન કરીને તેને બોલાવેલ હતા અને તે ચાર વાગ્યે ઘરે આવ્યા હતા. તેમની સાથે કાકાજી સસરા હુશેનભાઇ હાજીભાઇ બાદી પણ હતા. પતિ નજરૂદીનએ ઘરે આવતા વેંત જ નિયામતબેને ગાળો આપી હતી અને તેમના વાળ પકડીને જમીન પર પછાડી દીધી હતી. અને માર મારેલ હતો અને કાકાજી સસરાએ કહ્યું હતું કે,આના ટાટીયા ભાગી નાખો. તેવી ધમકી આપી હતી. તેવામાં નિયામતબેનના સસરા અબ્દુલભાઇ આવી જતા તેમણે નિયામતબેનને છોડાવ્યા હતા. જે મામલે વાંકાનેર સીટી પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ પોલીસ હેડ કોન્સ્ટેબલ મુકેશભાઇ હકુભાઇ વાસાણી ચલાવી રહ્યા છે.

આ સમાચારને શેર કરો