skip to content

પુત્રી ઉપર નજર બગાડનાર પતિને પત્ની અને સાળાએ મારી નાંખ્યો…

માળીયા : માળીયા મિયાણા તાલુકાના જુના અંજીયાસર ગામે વિચિત્ર કિસ્સામાં આધેડના ગળામાં ચૂંદડી બાંધી ચૂંદડીનો બીજો છેડો બાઈકના એન્ગલ સાથે બાંધેલ હાલતમાં લાશ મળી આવતા હત્યા થયાની આશંકાએ પોલીસે તપાસ શરૂ કરતા ચોંકાવનારી હકીકત સામે આવી હતી અને મૃતક સગી દીકરી ઉપર નજર બગાડતો હોય પત્ની અને સાળાએ સાથે મળી પહેલા બેભાન કરી બાદમાં ગળે ટૂંપો આપી મોતને ઘાટ ઉતારી લાશ તલાવડીમાં ફેંકી દીધાનું સામે આવ્યું છે.

ચોંકાવનારા બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ માળીયા મિયાણા તાલુકાના અંજીયાસર ગામે રહેતા હાજીભાઈ અબ્દુલભાઈ મોવર ઉ.55 નામના આધેડે ગળામાં ચૂંદડી બાંધી ચૂંદડીનો બીજો છેડો બાઈકના એન્ગલમાં બાંધેલ હાલતમાં તલાવડીમા ડૂબી ગયેલ હાલતમાં મળી આવતા આ શંકાસ્પદ બનાવ અંગે માળીયા મિયાણા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ ખસેડી તપાસ શરૂ કરતા સ્ફોટક વિગતો બહાર આવી હતી જેમાં મૃતકને તેની જ પત્ની અને સાળાએ પહેલા ચા અને બાદમાં શાકમાં બેભાન થવાના ટિકડા નાખી બાદમાં ગળે ટૂંપો આપી મોતને ઘાટ ઉતાર્યાનું સામે આવતા મૃતક હાજીભાઈ અબ્દુલભાઇ મોવરના પુત્ર સાહિલ હાજીભાઈ મોવર ઉ.23 રહે.જુના અંજીયાસર વાળાની ફરિયાદને આધારે આરોપી પત્ની શેરબાનું હાજીભાઈ મોવર અને માળિયાના જૂની ખીરઇ ગામે રહેતા સાળા ઇમરાન હૈદરભાઈ ખોડ વિરુદ્ધ ગુન્હો નોંધ્યો હતો.

પોલીસની તપાસમાં બહાર આવેલી વિગતો મુજબ મૃતક હાજીભાઈ અબ્દુલાભાઈ મોવર પોતાની જ પુત્રી ઉપર અવાર નવાર નજર બગાડતો હોય પત્ની શેરબાનું હાજીભાઈ મોવર અને સાળા ઇમરાન હૈદરભાઈ ખોડે ગત તા.2 જુલાઈના રોજ રાત્રીના સમયે મૃતક હાજીભાઈને પહેલા ચા અને બાદમાં શાકમાં ઘેની પદાર્થના ટિકડા પાઈ દઈ બાદમાં બેભાન બની જતા ચૂંદડી વડે ગળેફાંસો દઈ રીક્ષામાં મૃદેહને નાખી આવાવરુ તલાવડીમાં ફેંકી દીધી હતી. જો કે, બાદમાં લાશ બહાર ન આવે તે માટે આરોપી એવા સાળો ઇમરાન બાઈક લઈને ગયો હતો અને બાઈક સાથે ચૂંદડી બાંધી હાજીભાઈના મૃતદેહને તલાવડીમાં ફેંકી દીધો હતો.રહસ્યોના આટાપાટા સર્જતી આ ઘટનામાં માળીયા મિયાણા પોલીસે ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલી નાખી આરોપીઓને દબોચી લેવા તજવીજ શરૂ કરી છે.

આ સમાચારને શેર કરો