રાજકોટ: જામનગર રોડ પર બેથીત્રણ શખ્સે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી યુવકની કરી હત્યા…

રાજકોટમાં આજે વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. શહેરના જામનગર રોડ પર આવેલા ઘંટેશ્વર 25 વારીયા ક્વાર્ટર નજીક બેથી ત્રણ શખસે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી 25 વર્ષીય સોહીલ રજાકભાઈ મેમણ નામના યુવાનની હત્યા કરવામાં આવી છે. ઘટનાની જાણ થતા ગાંધીગ્રામ પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસે મૃતક સોહીલના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગત મુજબ શહેરના જામનગર રોડ પર ઘંટેશ્વર પાસે 25 વારીયા ક્વાર્ટર નજીક સોહીલ મેમણ હતો ત્યારે બેથી ત્રણ શખસે તેના પર તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી દીધા હતા. આથી ગંભીર રીતે ઇજાગ્રસ્ત સોહીલનું મોત નીપજ્યું હતું. બાદમાં આસપાસમાંથી લોકો એકઠા થતા હત્યારા ભાગી ગયા હતા. ઘટનાની જાણ થતા જ ગાંધીગ્રામ પોલીસ દોડી ગઈ હતી અને જરૂરી કાર્યવાહી કરી સોહીલના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડ્યો હતો.

આ સમાચારને શેર કરો