રાણેકપર પ્રાથમિક શાળામાં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી.

આજે 25 મી જાન્યુઆરી એટલે રાષ્ટ્રીય મતદાતા જાગૃતિ દિવસ. આ દેશનું ભાવિ એવા બાળકોને મતદાન વિશે અને મતદાતા વિશે માહિતી અને સમજણ પ્રાપ્ત થાય તે હેતુથી શાળામાં “પ્રશ્નમંચ”નું આયોજન કરવામાં આવ્યું હતું.

આ “પ્રશ્નમંચ” પાંચ ટીમો પાડવામાં આવી. આ કાર્યક્રમનું સંચાલન શાળાના સમાજના શિક્ષક નરેન્દ્રભાઈ કુબાવતે કર્યું. કાર્યક્રમના અંતમાં શાળાના આચાર્ય અનિલભાઈ પનારા અને શાળાના શિક્ષક અશ્વિનભાઈ વંડરા એ બાળકોને મતદાન જાગૃતિ વિશે સરસ મજાની સમજૂતી આપી હતી. આ કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ બાળકોને ગામના તલાટી મંત્રી બારીયા દ્વારા ઇનામથી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમને સફળ બનાવવા શિક્ષકો રણજીતભાઈ ,અનિલભાઈ, અશ્વિનભાઈ, નરેન્દ્રભાઈ અંજનાબેન તથા નસીમબેન એ જહેમત ઉઠાવી હતી.

આ સમાચારને શેર કરો