Placeholder canvas

પોરબંદર-મુઝફફરપુર મોતીહારી એકસપ્રેસ ટ્રેન ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે…

રાજકોટ : ઉત્તર મધ્ય રેલવેના સગૌલી અને મઝોલીયા સ્ટેશન વચ્ચે નોન-ઇન્ટરલોકિંગ કામગીરીના લીધે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી પોરબંદર-મુઝફફરપુર મોતીહારી એકસપ્રેસ બે દિવસ ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ અભિનવ જેફના જણાવ્યા મુજબ ટ્રેન નંબર 19269 પોરબંદર-મુઝફફરપુર મોતિહારી એકસપ્રેસ 22-12-2022 અને 23-12-2022ના રોજ તેના હાલના રૂટ નરકટિયાગંજ-બાપુધામ મોતિહારી-મુઝફફરપુરને બદલે વાયા નરકટિયા ગંથ-સિકતા-સીતામઢી-મુઝફફરપુર થઇને દોડશે.

તેવી જ રીતે ટ્રેન નંબર 19270 મુઝફફરપુર-પોરબંદર મોતિહારી એકસપ્રેસ 25.12.2022 અને 16.12.2022ના રોજ હાલના રૂટના મુઝફફરપુર- બાપુધામ મોતિહારી-નરકટિયાગંજને બદલે વાયા મુઝફફરપુર-સીતામઢી-સિકતા-નરકટિયાગંજ થઇને ડાયવર્ટ કરવામાં આવશે. ઉપરોકત ટ્રેનો જયાં નહીં જાય તેમાં બેતિયા, સગૌલી જં., બાપુધામ મોતિહારી, ચક્રિયા અને મહેસી સ્ટેશનનો સમાવેશ થાય છે.ટ્રેનના સમય, સ્ટોપેજ અને કમ્પોઝીશન સંબંધિત વિગતવાર માહિતી માટે મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઇ શકે છે.

આ સમાચારને શેર કરો