Placeholder canvas

આગામી 3 દિવસ ભારે વરસાદની આગાહી: આગામી 24 કલાક દક્ષિણ ગુજરાત માટે અતિભારે…

આગામી ત્રણ દિવસ રાજ્યમાં અતિભારે વરસાદ પડશે. હવામાન વિભાગ દ્વારા આ આગાહી કરવામાં આવી છે. આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જેમાં સુરત, વલસાડ અને નવસારીમાં અત્યંત ભારે વરસાદ પડવાની આગાહી છે. 24 કલાકમાં સુરત, વલસાડ, નવસારીમાં અત્યંત ભારે વરસાદ પડવાની આગાહી આપવામાં આવી છે. સૌથી વધુ નવસારીમાં વધુ વરસાદની પડવાની સંભાવના છે.

આગામી 24 કલાકમાં સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દ્વારકા, ગીર સોમનાથ, જામનગર, પોરબંદરમાં અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં અતિભારે વરસાદ પડી શકે છે.

અમદાવાદ, ગાંધીનગરમાં પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. 26 જુલાઇ બાદ વરસાદનું જોર ઘટશે. ભારતીય હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 48 કલાકમાં દાદરા અને નગર હવેલી જિલ્લામાં મોટા ભાગના સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

રાજ્યમાં 24 જૂલાઈ બાદ વરસાદનું જોર ઘટશે. જોકે કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયા વરસાદની આગાહી છે. ત્રણ દિવસ બાદ વરસાદ નહિવત રહેશે. ઈસ્ટ વેસ્ટ ટ્રફ, મોન્સુન ટ્રફ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયુ છે. જેના કારણે વરસાદની આગાહી છે. અત્યાર સુધી રાજ્યમાં 65 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે.

અંબાલાલ પટેલે કરી વધુ એક આગાહી
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદને લઇને આગાહી કરી છે. 23 અને 24 જુલાઇના રોજ રાજ્યમાં ભારે વરસાદ પડશે. ઉત્તર ગુજરાત, દક્ષિણ તેમજ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડશે. રાજ્યમાં 15 ઓગસ્ટ સુધી એક બાદ એક વરસાદી સિસ્ટમ બનતી રહેશે જેથી વરસાદી માહોલ રહેશે. આગામી 27 જુલાઇએ ગુજરાતમાં નવી સિસ્ટમ બનશે. રાજ્યમાં ભારે વરસાદને પગલે નદીઓમાં પૂરની સ્થિતિનું સર્જન થાય તેવી પણ શક્યતા છે.

આ સમાચારને શેર કરો