Placeholder canvas

વાંકાનેર-રાજકોટ રોડ પર કલાવડી પાસે ખાડાના કારણે થયું વધુ એકસીડન્ટ

વાંકાનેર-રાજકોટ રોડ પર કલાવડી અને આસોઈ નદી વચ્ચે આવતા એક નાલા પાસે છેલ્લા પંદર-વીસ દિવસથી એક મોટો ખાડો પડેલો છે જે ખાડાના કારણે અત્યાર સુધીમાં કેટલાક એકસીડન્ટ થયા છે અને કેટલાયના હાથપગ ભાંગ્યા છે. ગતરાત્રે આ જગ્યા પર વધુ એક્સિડન્ટ થયું હતું.

વાંકાનેર માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ તેમની ચેમ્બરમાંથી બહાર આવતા નથી અને સ્ટેટ હાઇવેની શું હાલત છે? તેમની તેમને કોઇ દરકાર હોય તેવું લાગતું નથી. આવા મહત્વના રોડ ઉપર છેલ્લા 15 થી 20 દિવસ થયા લગભગ એકથી દોઢ ફૂટ ઊંડો અને ૬ થી ૮ ફૂટ લાંબો ખાડો હોય તેમને આ તંત્રના રીપેર કરવાની તસ્દી ન લેતાં હોય ત્યારે શું આ તંત્ર અને તંત્રના જવાબદાર અધિકારીઓએ વધુ એકસીડન્ટ થાય અને લોકોના હાથ-પગ ભાંગે એવું ઈચ્છી રહયા હોય તેવું લાગે છે.

વાંકાનેરમાં કોઈ માઈનો લાલ એવો આગેવાન નથી કે આ અધિકારીઓને ચડેલો સત્તાનો નશો ઉતારી શકે અને લોકોને પડતી પારાવાર હાલાકી દૂર કરાવી શકે અને મોટાભાગની નેતાગીરી લોકોને દિવાસ્વપ્ન બતાવીને મોટી મોટી વાતો કરીને મતો લઈ લીધા પછી આવા સાર્વજનિક પ્રશ્ન એ પણ એક શબ્દ પણ ઉચ્ચારતા નથી. જ્યારે ચૂંટણી આવે ત્યારે સામાન્ય લોકોના, ગરીબોના અને ખેડૂતોના મસિહા બનવા નાટક કરવા મેદાનમાં ઉતરી પડે છે અને પછી પોતાની ગુફામાં ગુમ થઈ જાય છે. લોકોને હવે જાગવુ જોશે અને આવા નકામા આગેવાનોને ઘરે બેસાડવા પડશે અને અધિકારીઓના કાન આંબળી શકે તેવા આગેવાનોને ચુટવા જોઇએ. આવા દિવસો કયારેય ખતમ નહીં થાય.

આ સમાચારને શેર કરો